AIR INDIA : અમદાવાદ-લંડન ફલાઈટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોની અંતિમવિધિમાં કેમ સમય લાગશે?
25 મે 2024ના રોજ રાજકોટ શહેરના TRP Game Zone માં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા લોકો પૈકી કેટલાંક મૃતદેહની ઓળખ કરવા ડીએનએ ટેસ્ટ કરાવવાની ફરજ પડી હતી. રાજકોટ અગ્નિકાંડના એક વર્ષને 17 દિવસ બાદ બનેલી એર ઈન્ડિયા ફલાઈટ ક્રેશ (Air India Flight Crash) ની દુર્ઘટનામાં લગભગ તમામ મૃતકોની ઓળખ માટે DNA Test કરાવવો જરૂરી બન્યો છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ફલાઈટનું મેઘાણીનગર ન્યુ મેન્ટલ કમ્પાઉન્ડમાં ક્રેશ લેન્ડીગ થતાં સમગ્ર વિસ્તાર આગની જવાળાઓની લપેટમાં આવી ગયો હતો. મૃત્યુઆંકની વાત કરીએ તો, 240 આસપાસ પહોંચ્યો છે. જ્યારે 70 લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૃતદેહના અવશેષો શોધવાની કામગીરી
ગુરૂવારની બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશન એરર્પોટ (SVPI Airport) પરથી લંડન જવા માટે એર ઈન્ડિયાની AI 171 ફલાઈટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ Air India નું પ્લેન મેઘાણીનગર ન્યુ મેન્ટલ કમ્પાઉન્ડ ખાતે ક્રેશ થઈ ગયું. પ્લેનમાં વિપુલ માત્રામાં રહેલા ઇંધણના કારણે અકસ્માત બાદ આગે વિકરાળ સ્વરૂપધારણ કરી લીધું હતું. ફલાઈટ ક્રેશ થવાના કારણે મોટો વિસ્ફોટ સર્જાયો હતો અને પ્લેનના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. ગગન ગુંજાવી દે તેવો ધડાકો થવાના કારણે પ્લેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો અને તેમના અંગો અનેક મીટર દૂર ફેંકાયા હતા. ક્રેશ લેન્ડીગ બી.જે. મેડિકલ કૉલેજની મેસ પર થયું હોવાથી તે સમયે હાજર અનેક તબીબી વિદ્યાર્થીઓ પણ મોતના મુખમાં ધકેલાયા છે. આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લીધા બાદ બચાવ દળોએ મૃતદેહો અને તેના અવશેષો શોધવાની કામગીરી શરૂ કરી હતી અને તે મોડી સાંજ સુધી ચાલી હતી.
આ પણ વાંચો -Ahmedabad માં કાળમુખા પ્લેન ક્રેશ વચ્ચે ચમત્કાર, સીટ 11 એ પરથી એક મુસાફર જીવિત મળ્યો...
તંત્ર માટે અગ્નિપરીક્ષા
અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police), ફાયરબ્રિગેડ ટીમ, હૉસ્પિટલના તબીબો અને ફૉરેન્સિક લેબોરેટરીના અધિકારીઓ ઘટના બની ત્યારથી બચાવ કામગીરી સહિતના કામોમાં લાગી ગયા છે. દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોને બચાવી લેવા તબીબોની ટીમ પ્રયત્નશીલ બની છે. બીજી તરફ બચાવ કામગીરી અને પુરાવાઓ મેળવવા પોલીસ સહિતની એજન્સી કામે લાગેલી છે. સૌથી મોટો પડકાર Gujarat FSL ના માથે આવ્યો છે. ક્રેશ લેન્ડીગના કારણે મોટાભાગના પ્રવાસીઓ ખૂબ જ ખરાબ રીતે અગ્નિમાં બળી ગયા છે. આ ઉપરાંત B J Medical College ના મેસમાં હાજર અનેક તબીબી વિદ્યાર્થીઓની પણ આગમાં દાઝી ગયા છે. બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહોને ઓળખવા અશક્ય બની ગયા છે અને આ જ કારણસર તમામ મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવો જરૂરી બન્યો છે. આથી તબીબોએ મૃતકના પરિવારજનોના DNA Sample લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. તમામ મૃતદેહોની ઓળખ મેળવવામાં કેટલાં દિવસ લાગશે તે હાલ કહેવું અઘરૂં છે.