Airtel Down : દિલ્હી-NCR માં Airteનું નેટવર્ક ડાઉન,વપરાશકર્તાઓને પડી મુશ્કેલી
- દિલ્હી-એનસીઆર એરટેલનું સર્વર રટેલનું સર્વર ડાઉન (Airtel Down)
- હજારો ગ્રાહકોએ કોલિંગમાં આવી સમસ્યા
- અત્યાર સુધી 3,600થી વધુ ફરિયાદો નોંધાઈ
Airtel Down : દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં એરટેલના ગ્રાહકોને નેટવર્ક (Airtel Down )સેવાઓમાં વ્યાપક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. હજારો ગ્રાહકોએ કોલ કરવામાં, મેસેજ મોકલવામાં અને મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓની ફરિયાદ કરી. આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર મુજબ, આ સમસ્યા બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ અને સાંજે 4 વાગ્યા સુધીમાં 3,600થી વધુ ફરિયાદો નોંધાઈ
વપરાશકર્તાઓને પડી મુશ્કેલી (Airtel Down)
ડાઉનડિટેક્ટરના ડેટા અનુસાર, 56-73% ગ્રાહકોએ કોલિંગમાં સમસ્યા અનુભવી, 15-26%એ મોબાઇલ ઇન્ટરનેટની ફરિયાદ કરી, અને 14-18%એ નો સિગ્નલની ફરિયાદ નોંધાવી.જેમાં પ્રભાવિત શહેરોમા દિલ્હી-એનસીઆર ઉપરાંત, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સુરત, નાગપુર, અને કોલકાતા જેવા મુખ્ય શહેરોમાં પણ આઉટેજની અસર જોવા મળી.ગ્રાહકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો રોષ વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું, દિલ્હી-એનસીઆરમાં એરટેલ સિગ્નલ ડાઉન એ નવો ભૂકંપ આવ્યો કે શું' જેવું થઈ ગયું છે! અન્ય યુઝરે જણાવ્યું, એક કલાકથી કોલિંગમાં સમસ્યા છે, ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને બંધ છે.
આ પણ વાંચો -Indian Railway નો કમાલ, ટ્રેનના પાટા વચ્ચે સોલાર પેનલ મુકવાનો પ્રયોગ સફળ
પ્લેટફોર્મ X કંપનીને ટેગ કરીને ફરિયાદ કરી
એરટેલના વપરાશકર્તાઓ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (ટ્વિટર) પર કંપનીને ટેગ કરીને ફરિયાદ પણ કરી રહ્યા છે. નેટવર્ક ડાઉન થવા અંગે કંપનીનો પ્રતિભાવ પણ બહાર આવ્યો છે, લોકોના પ્રશ્નોના જવાબ આપતાં, કંપની કહે છે કે અમે હાલમાં નેટવર્ક વિક્ષેપનો સામનો કરી રહ્યા છીએ. અમારી ટીમ આ સમસ્યાને ઉકેલવા અને તાત્કાલિક સેવા પુનઃસ્થાપિત કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. તમને થયેલી અસુવિધા બદલ અમે દિલથી માફી માંગીએ છીએ. અચાનક નેટવર્ક ડાઉન થવાને કારણે, X પર લોકો તરફથી ફરિયાદોનો પ્રવાહ ઉભરી આવ્યો છે. ફક્ત ઇન્ટરનેટ, કોલિંગ અને સિગ્નલ નહીં, કેટલાક લોકોને SMS મોકલવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એરટેલની સેવા ક્યારે પુનઃસ્થાપિત થશે તે અંગે કંપનીએ ચોક્કસ માહિતી આપી નથી, પરંતુ સેવા ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે.