Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ajaz Khan ના ઘરમાંથી ઝડપાયું ડ્ર્ગ્સ, શું પત્ની કરતી હતી હેરાફેરી!

Ajaz Khan Wife Arrest : હું મારા પરિવાર માટે ખુબ જ ચિંતિત છું
ajaz khan ના ઘરમાંથી ઝડપાયું ડ્ર્ગ્સ  શું પત્ની કરતી હતી હેરાફેરી
Advertisement
  • સ્મગલિંગ કેસમાં ફેલોનનું નામ સામે આવ્યું
  • હું મારા પરિવાર માટે ખુબ જ ચિંતિત છું
  • શું આપણે કાયમ અન્યાય સહન કરવો પડશે?

Ajaz Khan Wife Arrest : અભિનેતા Ajaz Khan પોતાના નિવેદનોના કારણે અનેકવાર વિવાદોનું કારણ બની શકે છે. ત્યારે Ajaz Khan પોતાના નિવેદનોને કારણે અનેકવાર કાયદાની ચપેટમાં પણ આવી જાય છે. પરંતુ આ વખતે મુંબઈ પોલીસ સિધા Ajaz Khan ના ઘર ઉપર ધામા નાખ્યા છે. તે ઉપરાંત પોલીસ Ajaz Khan ની પત્નીને પોતાની સાથે લઈ ગયા છે. જોકે Ajaz Khan ની પત્નીની કસ્ટમ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે Ajaz Khan એ સોશિયલ મીડિયા ઉપર એક લાંબી પોસ્ટ કરીને પોતાના રોષ ઠાલવ્યો છે.

સ્મગલિંગ કેસમાં ફેલોનનું નામ સામે આવ્યું

કસ્ટમ વિભાગની ટીમ ગત ગુરુવારે મુંબઈના જોગેશ્વરીમાં અજાઝ ખાનના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ દરોડા દરમિયાન તેના ઘરેથી વિવિધ પ્રકારના Drugs જપ્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ પછી Ajaz Khan ની પત્ની ફેલોન ગુલીવાલાની ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે Drug smuggling કેસમાં ફેલોનનું નામ પણ સામે આવ્યું છે. અગાઉ 8 ઓક્ટોબરે Ajaz Khan ના પટાવાળા સૂરજ ગૌરને 100 ગ્રામ મેફેડ્રોન મંગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Pushpa 2 માં અલ્લુ અર્જુને મહિલાઓ સુરક્ષા માટે પૂજાતી આ દેવીનું સ્વરુપ કર્યું ધારણ

Advertisement

હું મારા પરિવાર માટે ખુબ જ ચિંતિત છું

બીજી તરફ પત્ની ફેલોન ગુલીવાલાની ધરપકડ બાદ Ajaz Khan એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમા Ajaz Khan એ જણાવ્યું છે કે, અમુક લોકો દ્વારા વારંવાર મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. જોકે આ પહેલા માત્ર મને હેરાન કરવામાં આવ્યો હતો, પરંતુ હવે મારા પરિવારને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. તેના કારણે આ વખતે મને કોઈપણ વ્યક્તિને છોડશે નહીં. અને હું મારા પરિવાર માટે ખુબ જ ચિંતિત છું.

શું આપણે કાયમ અન્યાય સહન કરવો પડશે?

તો Ajaz Khan એ આગળ જણાવ્યું છે કે, મેં હંમેશા સત્યનું સમર્થન કર્યું છે. જો આ સત્યની સજા છે, તો શું આપણે કાયમ અન્યાય સહન કરવો પડશે? જોકે ઉલ્લખનીય છે કે Ajaz Khan નું નામ અવારનવાર વિવાદો સાથે જોડાયેલું રહે છે. તેમના નિવેદનો તેમને ઘણી વખત ચર્ચામાં લાવ્યા છે. હવે તેની પત્ની ફેલન ગુલીવાલા પણ Drugs ના કેસમાં ફસાઈ ગઈ છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Samantha Ruth Prabhu ના પિતાનું થયું નિધન, અભિનેત્રીએ કહ્યું કે....

Tags :
Advertisement

.

×