Ajit Pawar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ, જાણો શું કહ્યું ?
મહારાષ્ટ્રનાં સૌથી લોકપ્રિય, પ્રભાવશાળી અને દિગ્ગજ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું આજે ભયાવહ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમની સાથે પાયલટ સહિત કુલ 5 લોકોનાં મોત નીપજ્યા છે. અજિતભાઈ પવારના આકસ્મિક નિધનથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ છે. ગુજરાતનાં CM, DyCM સહિત મંત્રીઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
Advertisement
- મહારાષ્ટ્રનાં DyCM અજિત પવારનું (Ajit Pawar) વિમાન દુર્ઘટનામાં નિધન
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
- કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલ, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી શ્રદ્ધાંજલિ
- અજીતજીના નિધનનાં સમાચાર ઘણા હૃદયવિદારક છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
- આ જાહેર જીવન માટે એક અપૂર્ણ નુકસાન છે : DyCM હર્ષભાઈ સંઘવી
Ahmedabad : મહારાષ્ટ્રનાં (Maharashtra) સૌથી લોકપ્રિય, પ્રભાવશાળી અને દિગ્ગજ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) નું આજે ભયાવહ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમની સાથે પાયલટ સહિત કુલ 5 લોકોનાં મોત નીપજ્યા છે. અજિતભાઈ પવારના આકસ્મિક નિધનથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ છે. પરિવારજનો અને સમર્થકોમાં ભારે ગમગીની જોવા મળી છે. ત્યારે, ગુજરાતનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, નેતાઓ દ્વારા પણ મીડિયા, સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમ થકી અજીત પવારને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

