મહારાષ્ટ્ર્માં ડેપ્યુટી CM અજિત પવારના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું,જાણો શું કહ્યું...!
Ajit Pawar Controversial Statement: ડેપ્યુટી CM અજિત પવારે આપ્યું વિવાદિત નિવેદન
માલેગાંવની સ્થાનિક ચૂંટણીને લઇને આપ્યો નિવેદન
અજિત પવારના નિવેદન પર મચ્યો ખળભળાટ
મહારાષ્ટ્રના ( Maharashtra) નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ( Ajit Pawar) આજે માલેગાંવ નગર પંચાયતની ચૂંટણી ( Malegaon Election) માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો, પરંતુ તેમના ભાષણ દરમિયાન આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અજિત પવારે મતદારોને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપતો લહેજો અપનાવ્યો હતો, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ તેમની સામે આકરા પ્રહારો કર્યા છે અને કાર્યવાહીની માંગ કરી છે.
Ajit Pawar Controversial Statement: વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માલેગાંવના મતદારોને સીધું સંબોધન કરતાં પોતાના સંબોધનમાં વિવાદ જગાવ્યો હતો. તેમણે કહ્યું, "માલેગાંવ નગર પંચાયતમાં મને મહાયુતિના 18-18 ઉમેદવારોને ચૂંટાવો, અને હું મારા બધા વચનો અને માંગણીઓ પૂર્ણ કરીશ, પરંતુ જો તમે મને કાપી નાખો છો, તો હું પણ તમને કાપી નાખીશ." આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટપણે મતદારોને ધમકાવવાનો પ્રયાસ કર્યો. તેમણે પોતાના નિવેદનને વધુ ધારદાર બનાવતા કહ્યું, "તમારી પાસે મત છે, મારી પાસે ભંડોળ છે. હવે, નક્કી કરો કે શું કરવું." વિપક્ષ માને છે કે આ નિવેદન સ્પષ્ટપણે સત્તાના બળ પર વિકાસ કાર્યોનું ગાજર બતાવીને મતદારોને ડરાવવાનો પ્રયાસ છે. 'તમારી પાસે મત, મારી પાસે ભંડોળ' જેવા સીધા સંવાદ દ્વારા, અજિત પવારે સરકારી ભંડોળના વિતરણને ચૂંટણીના પરિણામ સાથે જોડી દીધું છે, જે રાજકીય દબાણની યુક્તિ ગણાય છે.
Ajit Pawar Controversial Statement: કોંગ્રેસ UBTએ ચૂંટણી પંચને કરી રજૂઆત
વિવાદાસ્પદ નિવેદન સામે શિવસેના (UBT) અને કોંગ્રેસે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. વિરોધ પક્ષોએ કહ્યું કે જો નાયબ મુખ્યમંત્રી પદ પર બેઠેલી વ્યક્તિ આવી ધમકીઓ આપે છે, તો તે લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. વિપક્ષી નેતાઓએ તાત્કાલિક ચૂંટણી પંચને આ નિવેદનની નોંધ લેવા અને અજિત પવાર સામે કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે સત્તામાં રહેલા લોકો વિકાસના નામે દબાણની યુક્તિઓનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જોકે, વિરોધ પક્ષોના વળતા પ્રહાર પછી પણ અજિત પવાર પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને તેમણે તેનો બચાવ કર્યો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે કોઈને ધમકી આપી નથી. અજિત પવારે કહ્યું, "ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માંગતી વખતે લોકોને વચનો આપે છે. અમે બિહારમાં પણ આવું જોયું છે. મેં કોઈને ધમકી આપી નથી, મેં ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને ચૂંટશે, તો હું ભંડોળ પૂરું પાડીશ અને વિકાસને પ્રોત્સાહન આપીશ." તેમના આ બચાવ છતાં, આ વિવાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, તે જોવું મહત્વનું રહેશે.
આ પણ વાંચો: UP માં ઘૂસપેઠીયાઓની 'NO ENTRY'! CM યોગીનો મોટો નિર્ણય