1910 ની પુસ્તકમાં આધારે Ajmer Dargah ના સ્થાને શિવ મંદિર હોવાનો દાવો
- Ajmer Dargah ના સ્થાને શિવ Temple હોવાનો દાવો કર્યો
- Dargah કમિટિનો અનઅધિકૃત કબજો પણ દૂર કરવો જોઈએ
- અરજી સાથે હરવિલાસ શારદાનું પુસ્તક કોર્ટમાં રજૂ કરાયું
Ajmer Sharif Dargah : આજરોજ રાજસ્થાનમાં આવેલી Khwaja Gharib Nawaz Dargah Sharif માટે સુનાવણી કરવામાં આવી હતી. તો આગામી સુનાવણી 5 ડિસેમ્બરે હાથ થશે. જોકે આ કેસની સુનાવણી સિવિલ ન્યાયાધીશ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટમાં ચાલી રહી છે. તે ઉપરાંત Khwaja Gharib Nawaz Dargah Sharif વિરુદ્ધ વિષ્ણુ ગુપ્તા નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કાર્યાલયને પણ નોટિસ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
Ajmer Dargah ના સ્થાને શિવ Temple હોવાનો ઉલ્લેખ કર્યો
જોકે રાજસ્થાનની Ajmer Dargah ને લઈ હિન્દુઓએ ચોંકાવનારો દાવો કર્યો છે. હિન્દુઓએ દાવો કર્યો છે કે, Ajmer Dargah વાસ્તવિક ધોરણે શિવનું Temple હતું. જેને તોડીને Ajmer Dargah બનાવવામાં આવી છે. તો હિન્દુઓએ કોર્ટમાં પુસ્તક પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક 1910 માં લખવામાં આવ્યું હતું. જેમાં Ajmer Dargah ના સ્થાને શિવ Temple હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે હિંદુ સેનાએ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) પાસે સર્વે કરાવવાની માંગણી કરવામાં આવી છે. જો આદેશ આપવામાં આવે તો યુપીમાં સંભલ પછી અહીં પણ સર્વે થઈ શકે છે.
આ પણ વાંચો: BJP ને મોટો ઝટકો, આ નેતાએ વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું...
Rajasthan: Ajmer Dargah or Shiva temple !!
Amidst ongoing disputes about the Jama Masjid in Sambhal, UP, a court in Ajmer heard a case on November 26 where Hindus demanded an ASI survey of the Dargah.
They presented a 1910 book as evidence and argued for the Dargah's… pic.twitter.com/R2JS9TWRuI
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 27, 2024
અરજી સાથે હરવિલાસ શારદાનું પુસ્તક કોર્ટમાં રજૂ કરાયું
હાલમાં, હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા વતી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે Ajmer Dargah પહેલા અહીં હિન્દુ સંકટ મોચન Temple હતું. અરજી સાથે હરવિલાસ શારદા દ્વારા 1910 માં લખવામાં આવેલું પુસ્તક પણ રજૂ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં શિવ Temple ઉપરાંત આ સ્થળના અનેક પુરાવાઓ વિશે માહિતી આપવામાં આવી છે.
Dargah કમિટિનો અનઅધિકૃત કબજો પણ દૂર કરવો જોઈએ
હિન્દુઓએ ASI દ્વારા સર્વે કરાવવામાં આવે તેવી માંગ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ કેસમાં નિર્ણય તેમના પક્ષમાં આવશે. Ajmer Dargah ના પક્ષકારોને નોટિસ આપવામાં આવી છે. કોર્ટ નક્કી કરશે કે સર્વે થશે કે નહીં. આ મામલે કોર્ટ જલ્દી જ નિર્ણય લેશે. હિન્દુ સેનાએ કહ્યું કે Ajmer Dargah ની જગ્યાએ Temple હતું, તેથી તેને Temple જાહેર કરવું જોઈએ. Ajmer Dargah કમિટિનો અનઅધિકૃત કબજો પણ દૂર કરવો જોઈએ.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર CM પદને લઈને વિવાદ હજુ પણ...!, ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું આ કારણે થઇ રહ્યો છે વિલંબ...