Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અક્ષય કુમાર-ટાઈગર શ્રોફની આવી રહી છે ફિલ્મ, આ દિવસે રિલીઝ થશે.

છેલ્લા ઘણા સમયથી ઈદ પર બોક્સ ઓફિસ પર સલમાન ખાન રાજ કરી રહ્યો છે. પરંતુ આવતા વર્ષે કદાચ આવું ન થાય. તેનું કારણ એ છે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં (Bade Miyan Chote...
અક્ષય કુમાર ટાઈગર શ્રોફની આવી રહી છે ફિલ્મ  આ દિવસે રિલીઝ થશે
Advertisement

છેલ્લા ઘણા સમયથી ઈદ પર બોક્સ ઓફિસ પર સલમાન ખાન રાજ કરી રહ્યો છે. પરંતુ આવતા વર્ષે કદાચ આવું ન થાય. તેનું કારણ એ છે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં (Bade Miyan Chote Miyan) આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે. મેકર્સે આ જાહેરાત કરી છે.

બડે મિયાં છોટે મિયાંમાં અક્ષય અને ટાઈગર સિવાય સાઉથ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વના રોલમાં જોવા મળશે. મેકર્સે લગભગ 11 મહિના પહેલા જ ઈદને બ્લોક કરી દીધી છે. આવતા વર્ષે ઈદ 10 એપ્રિલે હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ 10 એપ્રિલ, 2024 બુધવારે રિલીઝ થઈ શકે છે.

Advertisement

સામે આવી જોરદાર તસવીરો
અક્ષય કુમારે ફિલ્મના રિલીઝ ડેની જાહેરાત કરતા તેની ત્રણ તસવીરો પણ શેર કરી છે. તેને પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, “ઈદ 2024માં થિયેટરોમાં મળીશું.” ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

Advertisement

ત્રણેય તસવીરોમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. એકમાં તે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતો અને બંદૂક લઈને ચાલતો જોવા મળે છે. બીજી તસવીરમાં એક પ્લેન પાછળ ઉડી રહ્યું છે અને બંને એક્શન સ્ટાર્સ બાઈક પર ચલાવતા જોવા મળે છે અને ત્રીજી તસ્વીરમાં તે સેનાના જહાજમાંથી નિશાન રાખીને ઉતરતા જોવા મળે છે

આ પણ  વાંચો- ધ કપિલ શર્મા શો માં વાપસી કરી રહ્યા છે નવજોત સિંહ સિદ્ધુ અને સુનિલ ગ્રોવર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×