Ambaji ના અંબા મહેલમાં શૂટ થયેલું ગીત અલબેલી મતવાલી મૈયા Grammy Award ની રેસમાં
- આદિત્ય ગઢવીનો ગરબો Grammy Award ની રેસમાં
- ‘અલબેલી મતવાલી મૈયા’ને ગ્રેમી એવોર્ડ
- ગુજરાતી સંગીત માટે ગૌરવનો ક્ષણ
- અંબા મહેલમાં શૂટ થયેલો ગરબો વૈશ્વિક મંચ પર
- યોગેશ ગઢવી અને કાજલ વશિષ્ઠે અંબાજીમાં માતાના લીધા આશીર્વાદ
- ગુજરાતી ગરબો હવે ગ્રેમીના મંચ પર ચમકશે
ગુરુવારે ગ્રેમી એવોર્ડ (Grammy Award) માં નોમિનેશન મળ્યા બાદ લોકગાયક આદિત્ય ગઢવીના પિતા યોગેશ ગઢવી જાણીતી અભિનેત્રી કાજલ વશિષ્ઠ સાથે આશીર્વાદ લેવા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. તેમણે માતાજીને પ્રાર્થના કરી કે તેમના પુત્ર આદિત્યને ગ્રેમી એવોર્ડ (Grammy Award) મળે. આદિત્ય ગઢવીનો ગરબો 'અલબેલી મતવાલી મૈયા' 68મા ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયો છે. આ ગીતનું શૂટિંગ અંબાજી નજીક આવેલા દાંતાના અંબા મહેલ ફિલ્મ સિટીમાં થયું છે. યોગેશ ગઢવીએ જણાવ્યું હતું કે, જો આદિત્ય ગ્રેમી એવોર્ડ જીતશે તો તે ફરીથી પુત્ર સાથે અંબાજી માતાના દર્શન કરવા આવશે.
અંબાજીના અંબા મહેલમાં શૂટ થયેલું ગીત અલબેલી મતવાલી મૈયા ગ્રેમી એવોર્ડની રેસમાં
ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીનો ગરબો 'અલબેલી મતવાલી મૈયા' 68મા ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થતાં ગુજરાતી સંગીત જગત ગૌરવ અનુભવી રહ્યું છે. માતાજીના મહિમાનું વર્ણન કરતો આ ગરબો હવે વૈશ્વિક મંચ પર ચમકશે. આ ગીતનું શૂટિંગ અંબાજી-દાંતા પાસે અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલા સુંદર લોકેશન 'અંબામહેલ ફિલ્મ સિટી' ખાતે કરવામાં આવ્યું હતું. આ ગીતની સાથે આ શૂટિંગ લોકેશન પણ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ પામશે. 'અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને' જેવા શબ્દો દ્વારા માતાજીને ગરબે રમવા માટે આમંત્રણ અપાયું છે. ગીતના વીડિયોમાં એક ગર્ભવતી સ્ત્રી અને તેની સખીઓ વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. આ ગીતને ગ્રેમી એવોર્ડમાં કન્સિડરેશન મળવું એ ગુજરાતી સંગીત માટે એક મોટી સિદ્ધિ છે.
અલબેલી મતવાલી મૈયા Grammy Award ની રેસમાં
લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીનો ગરબો 'અલબેલી મતવાલી મૈયા' ગ્રેમી એવોર્ડ (Grammy Award) માટે પસંદગી પામવો ગુજરાતી સંગીત માટે ગર્વની વાત છે. આ ગીતના નિર્માણ માટે ખાસ કરીને ગુજરાતના સુંદર લોકેશનની શોધ કરવામાં આવી હતી, જેમાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને અંબાજી-દાંતા નજીક અરવલ્લીની પહાડીઓમાં આવેલું 'અંબા મહેલ' પસંદ પડ્યું. માતા અંબાના સાનિધ્ય અને અરવલ્લીના રમણીય વાતાવરણને કારણે આ ગીતને એક અલગ જ ઊર્જા મળી. ગીતના શૂટિંગ બાદ તેને કરોડો વ્યૂઝ મળ્યા છે. અંબા મહેલના હિતેશભાઈએ જણાવ્યું કે માતા સાથેનો તાદાત્મકભાવ આ સુંદર ગીત સાથે જોડાયેલો છે. આ ગીતની પસંદગી થતાં અંબામહેલ લોકેશન પણ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ પામશે, જેનો સૌને આનંદ છે. આ સ્થળ ભક્તિ ગીતો અને ગરબા ઉપરાંત પ્રી-વેડિંગ શૂટ માટે પણ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે.
કાજલ વશિષ્ઠ અને યોગેશ ગઢવીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા
ગુરુવારે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કાજલ વશિષ્ઠ પોતાની આગામી ફિલ્મની સફળતા માટે માતાજીના આશીર્વાદ લેવા અંબાજી મંદિરે પહોંચી હતી. તેમની સાથે લોકગાયક આદિત્ય ગઢવીના પિતા યોગેશ ગઢવી પણ હતા, જેઓ પોતાના પુત્રના ગીત 'અલબેલી મતવાલી મૈયા'ને ગ્રેમી એવોર્ડ (Grammy Award) મળે તે માટે પ્રાર્થના કરવા આવ્યા હતા. આદિત્યનું ગીત 68મા ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. બંનેએ માતાજી પાસે પોતાના ક્ષેત્રમાં સફળતા માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો : નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા : ગુજરાતમાં 72 કલાકમાં ભારે વરસાદની આગાહી