ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: જૂના શિક્ષકોની બદલીને લઈ બેઠક યોજાઈ, નિયમોમાં સુધારો કરવાની કરાશે રજૂઆત

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
06:19 PM Apr 29, 2025 IST | Vishal Khamar
ગાંધીનગર ખાતે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
All India Educational Federation gujarat first

છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેઓનાં પડતર પ્રશ્નોને લઈ અનેક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ (All India Educational Federation) દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ (All India Educational Federation) નાં નેજા હેઠળ જૂના શિક્ષકોની બદલી (transfer of old teachers) ને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સરકારે નિયમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નિયમ વિસંગતાના કારણે 6 હજાર શિક્ષકોની બદલી અટકી છે. નિયમોમાં સુધારો કરી વતનનો લાભ આપવા માટે બેઠકમાં ચર્ચા થશે. વિનિયમ સમિતિમાં સુધારણા માટે નિયમો મુકાશે. તેમજ નિયમો સંદર્ભે સમીક્ષા કરી જૂના શિક્ષકોની બદલી (transfer of old teachers) માટે રજૂઆત થશે.

આ પણ વાંચોઃ Surat: જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા પોલીસ એક્શન મોડમાં, બાંગ્લાદેશીઓ સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

નિયમોમાં વિસંગતતાનાં કારણે બદલીનો લાભ મળી શકતો નથી

અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ (All India Educational Federation) ના પ્રમુખ મિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે, આજની આ જે બેઠક છે તે શૈક્ષણિક મહાસંઘના ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની જે કેન્દ્રીયકૃત ભરતી થાય છે. અને આ કેન્દ્રીયકૃત ભરતી થયા બાદ તેઓને જીવનભર શાળા બદલવાનો એટલે કે બદલીનો લાભ નથી મળતો. આ બાબતે સ્વૈચ્છીક મહાસંઘ દ્વારા ભૂતકાળામાં રજૂઆત કરેલી હતી. સરકાર દ્વારા એક નિયમ બનાવવાની સમિતિની રચના થઈ. જેમાં સ્વૈચ્છિક મહાસંઘનું પ્રતિનિધિત્વ હતું. નિયમ ખૂબ જ સારા બન્યા હતા. આ નિયમની અંદર 2260 શિક્ષકો પોતાના વતનનો લાભ લઈ શક્યા છે. પરંતું હજુ 6 હજારથી વધુ શિક્ષકો છે. નિયમમાં થોડી વિસંગતતાના કારણે તેઓને આ બદલીનો લાભ મળી શકતો નથી. આજે ગુજરાતભરના 300 થી વધુ શિક્ષકો આજે ઉપસ્થિત છે. એમની રજૂઆત સાંભળવામાં આવશે. તેમજ સરકારનાં જે નિયમો છે તેમાં કેવી રીતે સુધારો કરી આ શિક્ષકોને પોતાના વતનનો લાભ મળે તેવી શક્યતાઓ ચકાસવા માટે આજે બેઠક બોલાવી હતી.

આ પણ વાંચોઃ LIVE: Ahmedabad : લાલુ બિહારી પોલીસના સકંજામાં, રિમાન્ડ દરમ્યાન અનેક ખુલાસા થવાની શક્યતા

Tags :
All India Educational Federationamendment in rulesGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSrule anomalytransfer of old teacherstransfer of teachers stopped
Next Article