Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh Violence ને લઈને યોજાઈ સર્વપક્ષીય બેઠક, Rahul Gandhi સહિત આ નેતાઓ રહ્યા હાજર...

ભારતમાં યોજાઈ સર્વપક્ષીય બેઠક ભારતનું બાંગ્લાદેશ સંકટ પર ચાંપતી નજર વિદેશ મંત્રી જયશંકર સંસદમાં આપશે જવાબ ભારત બાંગ્લાદેશ (Bangladesh) સંકટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બાંગ્લાદેશ (Bangladesh)ને લઈને વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar)ની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ...
bangladesh violence ને લઈને યોજાઈ સર્વપક્ષીય બેઠક  rahul gandhi સહિત આ નેતાઓ રહ્યા હાજર
  1. ભારતમાં યોજાઈ સર્વપક્ષીય બેઠક
  2. ભારતનું બાંગ્લાદેશ સંકટ પર ચાંપતી નજર
  3. વિદેશ મંત્રી જયશંકર સંસદમાં આપશે જવાબ

ભારત બાંગ્લાદેશ (Bangladesh) સંકટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બાંગ્લાદેશ (Bangladesh)ને લઈને વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar)ની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ હાજરી આપી હતી. આ સાથે સંસદીય કાર્ય મંત્રીએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. મોદી સરકારની તમામ પાર્ટીઓ સાથેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે.

Advertisement

બાંગ્લાદેશ ભારતનો ખાસ પાડોશી દેશ છે - જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે (S. Jaishankar) બેઠકમાં બાંગ્લાદેશ (Bangladesh)ની વર્તમાન સ્થિતિ અંગે રાજકીય પક્ષોને માહિતી આપી હતી. જયશંરે કહ્યું કે બાંગ્લાદેશ (Bangladesh) ભારતનો ખાસ પાડોશી દેશ છે. ભારત અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચેના સંબંધો સારા રહ્યા છે. શેખ હસીના બાંગ્લાદેશ (Bangladesh)થી ભાગીને ભારત આવી છે. તે અહીંથી બ્રિટન અથવા અન્ય કોઈ દેશમાં જઈ શકે છે.

Advertisement

શેખ હસીના અંગે ભારતનું વલણ શું છે?

શેખ હસીના અંગે ભારતનું વલણ શું છે? જો બાંગ્લાદેશ (Bangladesh)માં માર્શલ લૉ લાગુ થશે તો ભારત તેનો સામનો કેવી રીતે કરશે? બાંગ્લાદેશ (Bangladesh)ની અસ્થિરતાની ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? ચીન અને પાકિસ્તાનની ભૂમિકા શું હશે? વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar) આ બધા અંગે રાજકીય પક્ષોને માહિતી આપી શકે છે.

આ પણ વાંચો : Bangladesh ના PM શેખ હસીના ભારત આવ્યા, કંગનાએ લોકોની આંખો ખોલી, કહ્યું- રામ રાજ્ય શા માટે જરૂરી છે?

Advertisement

બાંગ્લાદેશની સ્થિતિ પર વિદેશ મંત્રી સંસદમાં જવાબ આપશે...

બાંગ્લાદેશ (Bangladesh)માં બળવાને લઈને સંસદમાં કોઈપણ નિવેદન આપતા પહેલા મોદી સરકાર તમામ પક્ષોને વિશ્વાસમાં લેવા માંગે છે. વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar) સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશ (Bangladesh)ની સ્થિતિ અંગે વિગતો આપશે.

આ પણ વાંચો : Breaking : બાંગ્લાદેશમાં હિન્દુઓના મકાન અને મંદિર સળગાવાયા

PM મોદીએ ગઈકાલે મોડી રાત્રે બેઠક યોજી હતી...

સોમવારે રાત્રે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી. બાંગ્લાદેશમાં તખ્તાપલટની ભારત પર શું અસર પડશે? આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. PM મોદી સાથેની આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, એસ જયશંકર (S. Jaishankar) અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Bangladesh સંકટથી આ કંપનીઓના શેર્સ પર ખતરો....

Tags :
Advertisement

.