ભારતમાં 15 ઓક્ટોબરથી US માટે તમામ પોસ્ટલ સેવાઓ ફરી શરૂ થશે, MSME ને થશે મોટો ફાયદો
અમેરિકન ટેરિફ નીતિને કારણે ૨૨ ઓગસ્ટથી સ્થગિત કરાયેલી ભારતની આંતરરાષ્ટ્રીય પોસ્ટલ સેવાઓ 15 ઓક્ટોબર, 2025 થી યુએસ માટે ફરી શરૂ થશે. ઇન્ડિયા પોસ્ટે નવી 'ડ્યુટી પેઇડ' (DDP) સિસ્ટમ લાગુ કરી છે, જેમાં વસ્તુના મૂલ્ય પર ફ્લેટ 50 % ડ્યુટી બુકિંગ સમયે જ લેવાશે. આ નિર્ણયથી MSME અને ઈ-કોમર્સ દ્વારા થતી નિકાસને મોટી રાહત મળશે.
Advertisement
- India Post US Services: US માટે તમામ પોસ્ટલ સેવાઓ ફરી શરૂ થશે
- સંચાર મંત્રાલયે કરી US પોસ્ટલ સેવા ફરી શરૂ કરવાની જાહેરાત
- આંતરરાષ્ટ્રીય પોસ્ટલ સેવાઓ 15 ઓકટોબરથી શરૂ થશે
ભારતીય MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) અને ઈ-કોમર્સ નિકાસકારો માટે એક મોટા રાહતના સમાચાર છે. સંચાર મંત્રાલયના ટપાલ વિભાગે મંગળવારે જાહેરાત કરી કે 15 ઓક્ટોબર 2025 થી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) માટેની તમામ શ્રેણીઓની આંતરરાષ્ટ્રીય પોસ્ટલ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. અમેરિકાની ટેરિફ નીતિમાં ફેરફારને કારણે 22 ઓગસ્ટ 2025 થી આ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી નાના વેપારીઓની નિકાસ પર અસર પડી હતી.

