ભારતમાં 15 ઓક્ટોબરથી US માટે તમામ પોસ્ટલ સેવાઓ ફરી શરૂ થશે, MSME ને થશે મોટો ફાયદો
- India Post US Services: US માટે તમામ પોસ્ટલ સેવાઓ ફરી શરૂ થશે
- સંચાર મંત્રાલયે કરી US પોસ્ટલ સેવા ફરી શરૂ કરવાની જાહેરાત
- આંતરરાષ્ટ્રીય પોસ્ટલ સેવાઓ 15 ઓકટોબરથી શરૂ થશે
ભારતીય MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) અને ઈ-કોમર્સ નિકાસકારો માટે એક મોટા રાહતના સમાચાર છે. સંચાર મંત્રાલયના ટપાલ વિભાગે મંગળવારે જાહેરાત કરી કે 15 ઓક્ટોબર 2025 થી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) માટેની તમામ શ્રેણીઓની આંતરરાષ્ટ્રીય પોસ્ટલ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. અમેરિકાની ટેરિફ નીતિમાં ફેરફારને કારણે 22 ઓગસ્ટ 2025 થી આ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી નાના વેપારીઓની નિકાસ પર અસર પડી હતી.
India Post US Services: US પોસ્ટલ સેવા ફરી શરૂ થશે
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના નવા નિયમોનું પાલન કરવા માટે ઇન્ડિયા પોસ્ટે હવે 'ડિલિવરી ડ્યુટી પેઇડ' (DDP) નામની નવી સિસ્ટમ લાગુ કરી છે. આ વ્યવસ્થા હેઠળ, યુએસ જતી પોસ્ટલ શિપમેન્ટ પર જાહેર કરેલા મૂલ્યના ફ્લેટ 50 ટકા કસ્ટમ્સ ડ્યુટી લાગુ પડશે. આ ડ્યુટી હવે શિપમેન્ટ બુકિંગના સમયે જ ભારતમાં વસૂલ કરવામાં આવશે અને અધિકૃત પક્ષો દ્વારા સીધી યુએસ કસ્ટમ્સને મોકલવામાં આવશે, જેનાથી ત્યાં કસ્ટમ્સ ક્લિયરન્સ ઝડપી બનશે.15 ઓકટોબરથી પોસ્ટલ સેવા US માટે ફરી શરૂ કરાશે.
India Post US Services: DDP સેવા માટે ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ નહીં લેવાય
ઇન્ડિયા પોસ્ટે સ્પષ્ટતા કરી છે કે આ DDP સેવાઓ માટે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે અને પોસ્ટલ ટેરિફ પણ યથાવત રહેશે. આ નિર્ણય ખાસ કરીને MSME, કારીગરો અને નાના વેપારીઓ માટે નિકાસ ખર્ચ ઓછો કરવામાં મદદરૂપ થશે. ગ્રાહકો હવે EMS, એર પાર્સલ અને અન્ય સેવાઓ દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ, ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર (IBC) અથવા ડૉક ઘર નિર્યાત કેન્દ્ર (DNK) થી યુએસ માટે બુક કરાવી શકશે. સરકારનો આ નિર્ણય 'મેક ઇન ઇન્ડિયા' જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપીને ભારતની નિકાસ વૃદ્ધિમાં મોટો ફાળો આપશે.
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં હવા ઝેરી બનતા GRAP-1 લાગુ, 15 વર્ષ જૂના વાહનો ચલાવવા પર પ્રતિબંધ