Rajkot : લક્ષ્મીનગર વિસ્તારમાં રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, સ્થાનિકોમાં રોષ
- રાજકોટમાં રોડ બનવવામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ
- લક્ષ્મીનગર વિસ્તારમાં તજો બનાવેલા રોડમાં ભ્રષ્ટાચાર!
- હલકીગુણવત્તા વાળો રોડ બનાવ્યો હોવાના આરોપ
- રોડ બનાવનાર કોન્ટ્રાક્ટ સામે સ્થાનિક મહિલાઓનો રોષ
રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં તાજો બનાવેલો રોડની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે. મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ કર્યા હતા.
સ્થાનિકોમાં રોષ
લક્ષ્મીનગર વિસ્તારમાં તાજેતરમાં બનાવેલા રોડમાં ભ્રષ્ટ્રાચાર તેમજ હલકી ગુણવત્તાવાળો રોડ બનાવ્યો હોવાના આરોપ મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સ્થાનિક મહિલાઓનો રોષ જોવા મળ્યો હતો. હાથથી ઉખડી જાય તેવો ડામર લગાડી કામ ચલાઉ કામ કર્યું છે. એકબાજુ ચોમાસુ અને બીજી બાજુ પ્રિ-મોન્સૂનની કામગીરી ચાલી રહી છે. મનપાની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ચાલુ વરસાદે કામગીરી કરવામાં આવેલ છેઃ મનીષાબેન
સ્થાનિક મનીષાબેને જણાવ્યું હતું કે, રાવ રફ કામ થયું છે. ડામર હાથમાં ઉખડીને આવે છે. તેવું કામ કર્યું છે. ચોમાસામાં બઉ તકલીફ પડે છે. ખાડા પણ બઉ પડ્યા છે. તેમજ ખાડામાં પાણી ભરાઈ જતા વાહન લઈને નીકળવામાં તેમજ ચાલવામાં પણ તકલીફ પડે છે. તેમજ સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કર્યો હતો કે ચાલુ વરસાદે કામ કરેલ છે. ચોમાસા પહેલા કામ કરેલ નથી.
કામ તો જરા પણ સારૂ કર્યું નથીઃ પારૂલબેન જેઠવા
પારૂલબેન જેઠવાએ જણાવ્યું હતું કે, કામ તો જરા પણ સારૂ કર્યું નથી. એકદમ રફ કામ કર્યું છે. ડામર ઉપર જે ઝીણી કપચી નાંખવી જોઈએ તે પણ નાંખવા આવ્યા નથી. જેથી ચાલવામાં પણ બઉ તકલીફ પડે છે.
આ પણ વાંચોઃ Ahmedabad : હાથીને માર મારતા વાયરલ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા