Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ક્રિકેટ સટ્ટાકાંડમાં રાજકીય લોકોની સંડોવણી હોવાની આશંકા

Rajkot Police: રાજકોટ (Rajkot)માંથી ઝડપાયેલો ક્રિકેટ સટ્ટાકાંડ (cricket betting) ઇન્ટરનેશનલ રેકેટ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રિકેટ સટ્ટાકાંડમાં રાજકીય લોકોની પણ સંડોવણી જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ (Rajkot) ક્રાઇમ બ્રાન્ચ હાલ બેંક ખાતાઓની તપાસ કરી રહી છે. ક્રિકેટ સટ્ટાકાંડ...
rajkot   ક્રિકેટ સટ્ટાકાંડમાં રાજકીય લોકોની સંડોવણી હોવાની આશંકા
Advertisement

Rajkot Police: રાજકોટ (Rajkot)માંથી ઝડપાયેલો ક્રિકેટ સટ્ટાકાંડ (cricket betting) ઇન્ટરનેશનલ રેકેટ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રિકેટ સટ્ટાકાંડમાં રાજકીય લોકોની પણ સંડોવણી જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ (Rajkot) ક્રાઇમ બ્રાન્ચ હાલ બેંક ખાતાઓની તપાસ કરી રહી છે.

ક્રિકેટ સટ્ટાકાંડ ઈન્ટરનેશનલ રેકેટ

તાજેતરમાં રાજકોટમાંથી ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો જેની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. તપાસમાં હાલ જે ખુલાસો થયો છે તે મુજબ ક્રિકેટ સટ્ટાકાંડ ઈન્ટરનેશનલ રેકેટ હોવાનું અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે. પોલીસ તપાસમાં ક્રિકેટ સટ્ટાકાંડમાં રાજકીય લોકો સામેલ હોવાની શંકા વ્યક્ત કરાઇ છે.

Advertisement

Advertisement

મહેશ આસોદરિયા અને રાજુ સોમાણીની સંડોવણી

પોલીસે સટ્ટાકાંડમાં 2 લોકોના નામો જાહેર કર્યા છે જેમાં મહેશ આસોદરિયા અને રાજુ સોમાણીની સંડોવણી બહાર આવી છે. પોલીસે જાહેર કરેલા નામોમાં મહેશ આસોદરિયા રાજકોટ લોધીકા સંઘના પૂર્વ ડિરેક્ટર છે તો વાંકાનેરના ધારાસભ્યનો ભાઈ રાજુ સોમાણી પણ સામેલ હોવાનું જણાવાયું છે.

24 કરોડથી વધુની રકમની લેવડ દેવડ

ક્રિકેટ સટ્ટાકાંડમાં રુપિયા 24 કરોડથી વધુની રકમની લેવડ દેવડ થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જેમાં વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બેંક ખાતાની ચકાસણી કરી રહી છે. ઉપરાંત P.M.આંગડિયામાં પણ તપાસ કરવામાં આવશે. મોબાઇલમાંથી મળી આવેલી એપ અંગે પણ તપાસ કરાશે. એપ્લિકેશન અંગે FSL ની મદદ લેવામાં આવશે. ત્રણેય એપ્લિકેશન ક્યાં અને કોણે બનાવી છે તે વિશે પણ તપાસ કરાઇ રહી છે. ઉપરાંત એપ્લિકેશનને ક્યાંથી ડાઉનલોડ કરાતી હતી તે સહિત આઇ.ડી અને અને નાણાં અપડેટ ક્યાંથી થતાં તે વિશે પણ તપાસ ચાલી રહી છે.

ક્રિકેટ સટ્ટા કાંડમાં ખુલેલા 28 લોકોના નામની યાદી...

CHERRYBET9.COM આઇ.ડી રમતા 14 લોકો નામ..
19.98.32.642 રકમની લેવડ દેવડ જોવા મળી..

પીન્ટુ જેતપુર
સંજય રાજકોટ
ગૌરાંગ મોરબી
પિંકેશ વાણિયા સુરત..
ચંદ્રેશ રાજકોટ
ગુલું રાજકોટ
સાજીદ અંકેશ્વર
નિનાદ માંડલ
પિયુષ રાજકોટ
પ્રથમેશ રાજકોટ
પરાગ અમરેલી.
ડેમો..
જયેશ રાજકોટ
સંજય સુરત..

MAGIC EXCH.COM વાળી આઇ. ડી માં ખુલેલા નામો...
આ આઇ. ડી.માં 3.42.36.313 રકમ લેવડ દેવડ જોવા મળી..

કિશન સાવરકુંડલા..
કુમાર સાવરકુંડલા.
મહેશ આસોદરિયા રાજકોટ - રાજકોટ લોધીકા સંઘ પૂર્વ ડિરેક્ટર..
રાજુ ભાઈ સોમાણી વાંકાનેર
નિશાંત છગ
પ્રથમેસ રાજકોટ - બંને આઇ. ડી માં નામ ખૂલ્યું છે
તેલીભાઈ રાજકોટ
કે.કે.
એલ.કે.
હરિભાઈ રાજુલા.
ઇમરાન
જતીન
પરાગ
પંકજ..

આ પણ વાંચો---HARANI LAKE : વડોદરાની હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×