Mehsanaના યુવકનો ચોંકાવનારો આરોપ, મારુ લલચાવી નસબંધીનું ઓપરેશન કરી દેવાયું
- ખ્યાતિ કાંડ બાદ વધુ એક ઓપરેશન કાંડ
- મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાન ભોગ બન્યો
- લલચાવી ફોસલાવી યુવકનું નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો આરોપ
- એક માસ બાદ અપરણિત યુવાનના લગ્ન છે
- દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો
- અડાલજ CHC હોસ્પિટલમાં તેને લઇ જવાયો હતો
Mehsana : અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ દેશભરમાં ગાજી રહ્યો છે અને પૈસા કમાવાની લ્હાયમાં નિર્દોષ લોકોને સારવારના નામે ચીરી લેવામાં આવી રહ્યા છે ત્યારે ખ્યાતિ કાંડ જેવો જ વધુ એક ઓપરેશન કાંડ મહેસાણા (Mehsana)માં બહાર આવ્યો છે. મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડમાં રહેતા યુવાનનું લલચાવી ફોસલાવી નસબંધીનું ઓપરેશન કરી નંખાયુ હોવાનો આરોપ યુવક દ્વારા કરાયો છે.
વગડામાં રહેતા યુવાને ચોંકાવનારો આરોપ કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવાને ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવાયું છે.
આ પણ વાંચો---BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધુ એક કરતૂત...પોતાના એજન્ટોને કરાવતો વિદેશમાં જલસા
યુવકે લગાવેલા આરોપ મુજબ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું
યુવકે લગાવેલા આરોપ મુજબ તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેને લલચાવી ફોસલાવી અમદાવાદ અડાલજ તરફની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું.
યુવકના એક મહિના બાદ લગ્ન
યુવકના એક મહિના બાદ લગ્ન છે અને હવે એક મહિના પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવતા તેનું લગ્નજીવન દાવ પર લાગ્યું છે. યુવકે દાવો કર્યો કે અમદાવાદ તરફની અડાલજ CHC હોસ્પિટલમાં તેને લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશ કરી દેવાયું હતું.
ઓપરેશન કાંડ બહાર આવી શકે તેવી શંકા
યુવકે લગાવેલા આરોપોની જો ઉંડી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું આ ઓપરેશન કાંડ બહાર આવી શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકે કરેલા આરોપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ જાણ થઇ શકે છે.
આ પણ વાંચો---Khyati કાંડ મુદ્દે પ્રફુલ પાનસેરિયાનું ચોંકાવનારું નિવેદન