Pushpa મિનિટોમાં જેલની બહાર આવ્યો, Allu Arjun ને હાઈકોર્ટે આપ્યા જામીન
- અભિનેતા અલ્લુ અર્જૂનની ધરપકડ બાદ હાઈપ્રોફાઇલ ડ્રામા
- પહેલાં 14 દિવસની જેલ બાદમાં હાઈકૉર્ટથી મળ્યા જામીન
- મિનિટોમાં Telangana High Court એ જામીન આપ્યા
Allu Arjun પર દેશના દરેક વ્યક્તિની નજર રહેલી છે. કારણ કે.... તાજેતરમાં તેમને 14 દિવસ માટે નીચલી કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે તે બાદ તેલંગાણા હાઈકોર્ટમાં Allu Arjun એ જામીન માટે અરજી કરી હતી. ત્યારે Telangana High Court એ Allu Arjunના જામીન મંજૂર કર્યા છે. આ જોતા Allu Arjun ના ચાહકોમાં ખુશની લહેર પ્રસરી છે, તો Allu Arjun ના પરિવારના લોકો રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ છેલ્લા 3 કલાકની અંદર જે માહોલ દેશમાં સર્જાયો હતો, તે કોઈ ફિલ્મી વાર્તાથી અલગ ન હતો.
પોલીસ દ્વારા તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, બપોરના સમયે Hyderabad Police એ Allu Arjun ની સંધ્યા થિયેટર મામલે પૂછપરછ માટે ધરપકડ કરવા માટે તેના નિવાસસ્થાને આવી પહોંચી હતી. ત્યારે Hyderabad Police તેના બેડરૂમાં ધૂસી ગઈ હતી. જ્યારે Allu Arjun અને તેની પત્ની સાથે આ રૂમમાં હતો. તે ઉપરાંત તેને પહેરેલા શોર્ટ કપડામાં જ તેની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ Allu Arjun એ પોલીસને આજીજી કરીને વ્યવસ્થિત આઉટફીટ પહેર્યો હતો. બીજી તરફ તેને નાસ્તો પણ કરવા દીધો ન હતો. માત્ર એક કોફી ઉભા-ઉભા એક કોફી પીવાની પરવાનગી આપવામાં આવી હતી. તો અંતે પોતાની પત્નીને ગાલ પર કિસ કરીને અને તેના પિતાને સાત્વન આપીને Allu Arjun એ Hyderabad Police ની કારમાં બેસી ગયો હતો.
આ પણ વાંચો: Pushpa ની ધરપકડનો ચાહકોએ કર્યો વિરોધ, મંત્રીઓની ધરપકડની કરી માગ
મિનિટોમાં Telangana High Court એ જામીન આપ્યા
તે પછીને તેને સાંજે 4 વાગ્યાની આસપાસ નામપલ્લી કૉર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સુનાવાણી દરમિયાન નામપલ્લી કૉર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડી મંજૂર કરી હતી. જોકે આ સુનાવણી દરમિયાન Allu Arjunે કહ્યું હતું કે, પોલીસ દ્વારા તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણતરીના સમયમાં Allu Arjunની ટીમ Telangana High Court એ પહોંચી હતી. જે બાદ ગણતરીના મિનિટોમાં Allu Arjunે Telangana High Court એ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તો હાલમાં, Allu Arjun પોતાના નિવાસસ્થાન માટે રવાના થયા છે.
આ પણ વાંચો: પોલીસ સ્ટેશન ખરીદનારાની 14 દિવસ માટે જેલની થઈ સજા