Allu Arjun ને જેલમાં રાતવાસો આ કારણોથી કરવો પડ્યો હતો
- રાતવાસો ચંચલગુડ Police Station માં કરવો પડ્યો
- આ કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરીના રોજ થશે
- મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે કાયદો બધા માટે સમાન છે
Allu Arjun released : Allu Arjun સામે નોંધાયેલા કેસમાં દરરોજ વિવિધ વળાંકો આવી રહ્યા છે. સૌ પ્રથમ હૈદરાબાદ પોલીસ ગઈકાલે અચાનક Allu Arjun ના નિવાસસ્થાને ત્રાટકી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારે નીચલી કોર્ટ દ્વારા તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તો Allu Arjun ની લીગલ ટીમ તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટે તેને 4 સપ્તાહ માટે જામીન આપ્યા હતા. પરંતુ તેને રાતવાસો ચંચલગુડ Police Station માં કરવો પડ્યો હતો.
આ કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરીના રોજ થશે
એક અહેવાલ અનુસાર, 13 ડિસેમ્બરની સાંજે હોઈકોર્ટ દ્વારા Allu Arjun ને જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ જેલ અધિકારીઓને શુક્રવારની મોડી રાત સુધી જમાનતની કોપી મળી ન હતી. જોકે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, મોડી રાત્રે Allu Arjun ને જેલમાંથી બહાર નીકાળવામાં આવશે. પરંતુ જેલ અધિકારીઓની કાર્યવાહી અને જમાનતના કાગળ મોડા આવ્યા હોવાને કારણે Allu Arjun ને જેલમાં રાતવાસો કરવો પડ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2025 ના રોજ થશે.
આ પણ વાંચો: Allu Arjun ના સનકી ચાહકે પેટ્રોલ વડે આત્મદાહની કરી કોશિશ, જુઓ Video
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે કાયદો બધા માટે સમાન છે
બીજી તરફ આ ઘટનાને કારણે રાજકીય વિવાદ પણ ઉભો થયો છે. બીજેપી અને બીઆરએસે તેલંગાણામાં સત્તાધારી કોંગ્રેસ પર કટાક્ષ કર્યા છે. TPCC પ્રમુખ મહેશ કુમાર ગૌરે વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે અને તે તેનું કામ કરશે. તે ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે કાયદો બધા માટે સમાન છે.
આ પણ વાંચો: જેલમાંથી છૂટ્યા બાદ Allu Arjun નું પહેલું નિવેદન, પરિવારને મળ્યો, Video Viral