અમદાવાદમાંથી કિંમતી વિદેશી પક્ષીઓ ચોરાયા, Kankaria Zoo માંથી બે મિલેટ્રી મકાઉ ચોરાયા હતા
અમદાવાદ શહેરમાંથી લાખો રૂપિયાના વિદેશી પક્ષોઓની ચોરીની ઘટના પહેલી નથી. ભૂતકાળમાં રાજ્યના જાણીતા પ્રાણી સંગ્રહાલયો પૈકી એક કાંકરિયા ઝૂ (Kankaria Zoo) માંથી વિદેશી પક્ષીની એક જોડી ચોરાઈ હતી. વિદેશી પક્ષીઓની ચોરીની આ ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ક્રમે છે. જુહાપુરાની પેટ શોપમાંથી ચોરી કરાયેલા વિદેશી પક્ષીઓની કિંમત 15 લાખ રૂપિયા થાય છે. ગુજરાતમાં વિદેશી પક્ષીઓનો વર્ષે કરોડો રૂપિયામાં વેપાર થાય છે. અમદાવાદમાંથી ચોરાયેલા પક્ષીઓ પૈકી કોની-કેટલી કિંમત છે ? તે જાણવા વાંચો આ અહેવાલ...
Kankaria Zoo માંથી મિલેટ્રી મકાઉની ચોરી બાદ શું થયું ?
સપ્ટેમ્બર-2009માં રાત્રિના સમયે Ahmedabad Kankaria Zoo ખાતે પક્ષીઓના વિભાગમાં રહેલાં તેમજ મુંબઈ ઝૂમાંથી લવાયેલા મિલેટ્રી મકાઉની જોડી ચોરી (Military Macaw Pair Stolen) થઈ હતી. જે-તે સમયે આ જોડીની કિંમત 3 લાખ રૂપિયા હતી. Kankaria Zoo બનેલી ચોરીની ઘટના બાદ ડીરેક્ટર આર. કે. સાહુ (R K Sahu Director of Zoo) એ સિક્યુરિટી એજન્સી પાસેથી બેદરકારી બદલ રૂપિયાની વસૂલાત કરી હતી. મિલેટ્રી મકાઉની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) આજદીન સુધી વિદેશી પક્ષીઓ શોધી શકી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ચોરીની ઘટના બાદ છતીસગઢ પોલીસે પક્ષી દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને તેમાં સંડોવાયેલા શખ્સોએ Kankaria Zoo ખાતેથી પક્ષી ચોરીની કબૂલાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, પ્રાણી સંગ્રહાલયમાં ચોરીની ઘટના બાદ CCTV અને ઇન્ફ્રારેડ કેમેરા લગાવી દેવામાં આવ્યાં હતાં.
અમદાવાદમાંથી 15 લાખના વિદેશી પક્ષી ચોરાયા
અમદાવાદના જુહાપુરામાં રોયલ અકબર ટાવરની સામે આવેલી અલસુગરા પેટ શોપમાંથી ગત સોમવારની રાતથી મંગળવારની સવાર દરમિયાન ચોરી થઈ છે. દુકાનનું શટર તોડીને પ્રવેશેલો શખ્સો પાંજરામાં રહેલાં 11 વિદેશી પક્ષીઓ તેમજ રોકડ ચોરી ગયા છે. ચોરી કરાયેલા પક્ષીઓમાં એક-એક ગ્રીન વીંગ મકાઉ (Green Wing Macaw) મોલુકન કાંકાટુ (Moluccan Cockatoo) ગલેરિટા કાંકાટુ વ્હાઇટ (Galerita Cockatoo White) અમ્બ્રેલા કાંકાટુ (Umbrella Cockatoo), બબ્બે આફ્રિકન ગ્રે (African Grey) એકલેટસ પેરોટ (Eclectus Parrot) અને ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉ (Blue Gold Macaw) છે.
ચોરી થયેલા પક્ષીની પ્રતિકાત્મક તસ્વીર અને બજાર કિંમત જુઓ
Moluccan Cockatoo
Galerita Cockatoo
Umbrella Cockatoo
Blue Gold Macaw
Eclectus Parrot
African Grey