Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Alpana Mitra Case : કેટલાક ઇજનેરોને નોકરી ગુમાવવાનો આવી શકે છે વારો! ગોળગોળ જવાબોએ શંકા વધારી

RMC નાં પૂર્વ સિટી ઇજનેરનાં ઘરે ફાઈલો મળવાનો મામલો તપાસનું ફિંડલું વાળી નાખવા માટે નિયમોની આંટીઘૂંટી! ઈજનેરો દ્વારા ગોળગોળ જવાબ અપાતા શંકા વધી સઘન તપાસ થયા તો કેટલાક ઇજનેરો નોકરી ગુમાવે તેવી ચર્ચા Alpana Mitra Case : રાજકોટ મનપાનાં...
alpana mitra case   કેટલાક ઇજનેરોને નોકરી ગુમાવવાનો આવી શકે છે વારો  ગોળગોળ જવાબોએ શંકા વધારી
Advertisement
  1. RMC નાં પૂર્વ સિટી ઇજનેરનાં ઘરે ફાઈલો મળવાનો મામલો
  2. તપાસનું ફિંડલું વાળી નાખવા માટે નિયમોની આંટીઘૂંટી!
  3. ઈજનેરો દ્વારા ગોળગોળ જવાબ અપાતા શંકા વધી
  4. સઘન તપાસ થયા તો કેટલાક ઇજનેરો નોકરી ગુમાવે તેવી ચર્ચા

Alpana Mitra Case : રાજકોટ મનપાનાં (RMC) નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રાનાં ઘરે ફાઈલ લઈ જવા અને સહી કરવા મામલે તપાસનું ફિંડલું વાળી નાખવા માટે નિયમોની આંટીઘૂંટી ઊભી કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વની ફાઈલો RMC કચેરીની બહાર કેમ લઈ જવામાં આવી ? તે અંગે ઈજનેરો દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવ્યા છે. ત્યારે ચર્ચા છે કે જો આ મામલે સઘન તપાસ કરવામાં આવે તો કેટલાક અધિકારીઓને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચો - Surat : સોસાયટીમાં રમતાં 5 વર્ષીય માસૂમ માટે સ્કૂલવાન કાળ બની, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

Advertisement

ઇજનેરો દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા

રાજકોટ મનપાનાં (RMC) પૂર્વ સિટી ઇજનેર અલ્પના મિત્રાનાં (Alpana Mitra Case) ઘરે વિજિલન્સની તપાસ દરમિયાન 40 જેટલી ફાઈલો મળી આવી હતી. આ મામલે RMC કમિશનરે (D. P. Desai) કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. તપાસમાં અલ્પના મિત્રનાં ઘરે ગયેલા અધિકારીઓએ પોતાનો બચાવ કર્યો હતો અને RMC કમિશનર સમક્ષ વર્ષ 2018 નો ઠરાવ રજૂ કર્યો હતો અને નિયમ પ્રમાણે જૂના કામોનાં બિલ અને મેજરમેન્ટ બુકનાં લખાણ માટે લઈ ગયા હોવાની દલીલ કરી હતી. મહત્ત્વની ફાઈલો RMC કચેરીની બહાર કેમ લઈ જવામાં આવી તે અંગે ઈજનેરો દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : સુરતીઓ આનંદો... ટ્રેનનાં મુસાફરોને હવે જલદી મળશે આ ખાસ સુવિધા

ઇજનેરો પણ અલ્પના મિત્રા ના ભાગીદારો છે કે શું ?

આ કેસની તપાસનું ફિંડલું વાળી નાખવા માટે નિયમોની આંટીઘૂંટી ઊભી કરી દેવામાં આવતી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જરૂરી ફાઇલોમાં સહી બાકી હોવાથી સહી માટે ગયા હોવાનું ઈજનેરોએ નિવેદનમાં જણાવ્યું છે. પરંતુ, મહત્ત્વનો સવાલ એ છે કે સહી કરવા માટે અલ્પના મિત્રાને ઓફિસે પણ બોલાવી શકાયા હોત, તેમના ઘરે ફાઇલો લઈ જવાની શું જરૂર હતી ? જેટલા ઇજનેરો ફાઈલ લઈને ગયા હતા તેમણે કોની મંજૂરી લીધી હતી ? રાજીનામું આપ્યું છે તે જગજાહેર હતું, ત્યારે ઓફિસ વર્કમાં કેમ સહી કરાવવા રસ ન દાખવ્યો ? ઇજનેરો પણ અલ્પના મિત્રાનાં (Alpana Mitra) ભાગીદારો છે કે શું ? જો કે, આ કેસમાં સઘન તપાસ થાય તો કેટલાક અધિકારીઓને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જો કે, સાચી હકીકત શું છે તે તો તપાસ પૂર્ણ થયા પછી જ સામે આવશે.

આ પણ વાંચો - Rajkot : લોકમેળામાં રાઇડ સંચાલકો અને તંત્ર નિયમોને લઈ આમને-સામને!

Tags :
Advertisement

.

×