Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMARNATH YATRA 2025: રજિસ્ટ્રેશન આજથી શરૂ, તા. 29-06થી 19-08 દરમિયાન યોજાશે યાત્રા

AMARNATH YATRA 2025 માટે આજે 14મી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યોજાવાની છે. રજિસ્ટ્રેશન માટેની સમગ્ર પ્રક્રિયા જાણો વિગતવાર.
amarnath yatra 2025  રજિસ્ટ્રેશન આજથી શરૂ  તા  29 06થી 19 08 દરમિયાન યોજાશે યાત્રા
Advertisement
  • AMARNATH YATRA 2025 માટે આજે 14મી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ
  • http://www.jksasb.nic.in પર કરી શકાશે ઓનલાઈન રજિસ્ટ્રેશન
  • આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યોજાવાની છે

New Delhi: ભારતમાં અમરનાથ યાત્રાનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. આ વર્ષે AMARNATH YATRA 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યોજાવાની છે. દર વર્ષે સરકાર પણ આ પવિત્ર અને મહત્વની યાત્રા માટે રજિસ્ટ્રેશન કરતી હોય છે. આ વર્ષની અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન આજથી એટલે કે14મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય છે અને શું છે સમગ્ર પ્રક્રિયા તેની વિગતવાર માહિતી અહીં રજૂ કરીએ છીએ.

Thakarshi Rabari opium smuggling,Gujarat First,-----

Advertisement

કેવી રીતે કરવું online registration ?

સૌ પ્રથમ અમરનાથ યાત્રાની સત્તાવાર વેબસાઈટ http://www.jksasb.nic.in પર જાવ. અહીં એક રજિસ્ટ્રેશન ફોર્મ ફીલઅપ કરો. જેના માટે આપે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. જેમાં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો, ઓળખપત્ર (આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, વગેરે), તબીબી પ્રમાણપત્ર (માન્ય ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરાયેલ) અને રજિસ્ટ્રેશન ફી તરીકે આપે 150 રૂપિયા ચૂકવવાના રહેશે. યાત્રા પરમિટ ડાઉનલોડ કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી અને ફી ચૂકવ્યા પછી તમને ટ્રાવેલ પરમિટની સોફ્ટ કોપી મળશે. મુસાફરી દરમિયાન આનું પ્રિન્ટઆઉટ (હાર્ડ કોપી) લઈને તમારી સાથે રાખવું ફરજિયાત છે.

Advertisement

આ પણ વાંચોઃ  જગન્નાથ મંદિરની ધજા લઈને સમડી ઊડી ગઈ, અપશુકનિયાળ ઘટનાનો સંકેત કે પછી..!

કેવી રીતે કરવું offline registration ?

જો તમે અમરનાથ યાત્રા 2025 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવવા માંગતા હોવ તો ઓફલાઈન ઓપ્શન પણ અવાઈલેબલ છે. સૌ પ્રથમ બેંકમાંથી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવો. આ ફોર્મ પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની શાખાઓમાં સરળતાથી ઉપલબ્ધ થશે. બેંકમાંથી ફોર્મ મળ્યા પછી તેને કાળજીપૂર્વક ભરો અને તેની સાથે તમારું મેડિકલ સર્ટિફિકેટ સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી તમને યાત્રા પરમિટ મળશે. મુસાફરી દરમિયાન આ યાત્રા પરમિટ તમારી સાથે રાખવું ફરજિયાત છે.

આ પણ વાંચોઃ Rashifal 14 April 2025 : આ રાશિના જાતકોને આજે સરકાર તરફથી મળી શકે છે Good News

Tags :
Advertisement

.

×