Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : ગુજરાતમાં મંત્રીનો પરિવાર પણ સલામત નથી! આરોગ્યમંત્રીના ભાઈની દુકાન પર પથરમારો

ગુજરાતમાં મંત્રીનો પરિવાર જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે ? એવો સવાલ હાલ ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે રહેતા લોકો પૂછી રહ્યા છે. કારણ કે, અંબાજીમાં ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં (Rishikesh Patel) મોટાભાઈની મેડિકલ...
ambaji   ગુજરાતમાં મંત્રીનો પરિવાર પણ સલામત નથી  આરોગ્યમંત્રીના ભાઈની દુકાન પર પથરમારો

ગુજરાતમાં મંત્રીનો પરિવાર જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે ? એવો સવાલ હાલ ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે રહેતા લોકો પૂછી રહ્યા છે. કારણ કે, અંબાજીમાં ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં (Rishikesh Patel) મોટાભાઈની મેડિકલ સ્ટોર પર દિવસ દરમિયાન જાહેરમાં પથ્થરોમારો થયો હોવાની ઘટના બની છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

આરોગ્યમંત્રીના મોટાભાઈના મેડિકલ સ્ટોર પર પથ્થરમારો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ કે જ્યાં દેશ-વિદેશથી લોકો માં અંબાનાં દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. અંબાજી (Ambaji) કે જેને માં અંબાનું પવિત્ર ધામ માનવામાં આવે છે. તે હાલ કેટલાક અસામાજિક તત્વોનાં કારણે સમસ્યામાં મૂકાયું છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. થોડા દિવસોથી અનેકો ગુનાહિત ધટનાઓ અંબાજીથી સામે આવી છે. અંબાજીમાં અગાઉ ઘરમાં ચોરી, બાઈકની ચોરી અને હાઇવે માર્ગ પર પસાર થતાં લોકો જોડેથી માલ-સામાન અને મોબાઈલ છીનવી ઇસમો ભાગી ગયા હોવા જેવી અનેકો ધટનાઓ ઘટિત થઈ રહી છે. ત્યારે આજે મોડી સાંજે અંબાજીમાં હચમચાવે એવી ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, યાત્રાધામ અંબાજીનાં બજારમાં આવેલી મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ કે જે ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં (Rishikesh Patel) મોટાભાઈની છે ત્યાં કેટલાક અસામાજિક તત્વો પહોંચ્યા હતા અને લોકોથી ધમધમતા બજારમાં જાહેરમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ હુમલાને લઈને સમગ્ર અંબાજીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

હુમલાખોરો અંબાજી પાસેનાં એક ગામનાં હોવાનું ખુલ્યું

અંબાજી પોલીસે (Ambaji Police) સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ બહાર એક વ્યક્તિને અમુક લોકો હેરાન કરતા હતા. ત્યારે મેડિકલ સ્ટોર્સવાળાએ ના પાડતા આ અજ્ઞાત વ્યક્તિઓએ મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. અંબાજી પોલીસનાં જણાવ્યા મુજબ, ત્યાં શાકભાજીની લારી ઊભી હતી અને ત્યાંથી બટાકાઓ, બીટ લઈને છુટ્ટા હાથે મેડિકલ સ્ટોર્સ પર મારવામાં આવ્યા હતા અને ત્યાં મેડિકલ સ્ટોર્સ પર કામ કરતા માણસોને પણ માર માર્યો હતો. આ સમગ્ર મામલે અંબાજી પોલીસ મથકે મેડિકલ સ્ટોર્સ તરફથી ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે અંબાજી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો અંબાજી પાસેનાં એક ગામનાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર જઈને CCTV કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરવામાં આવ્યું છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે.

Advertisement

અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો - Theka Coffee ના કરોડપતિ માલિકની ઉંઘ હરામ કરનારને ક્રાઈમ બ્રાંચે ગોવાથી પકડ્યો

આ પણ વાંચો - Kutch : જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને લઈ મોટા સમાચાર

આ પણ વાંચો - Ahmedabad : ભોજનમાંથી જીવાત નીકળી હોવાનો દાવો, સંચાલકે આવ્યો અધ્ધરતાલ જવાબ!

Tags :
Advertisement

.