Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબાજી મંદિરના વહિવટદાર કૌશિક મોદીએ શક્તિ કોરીડોરની આપી માહિતી

અંબાજી ધામની કાયાપલટ થશે મંદિરના વહિવટદાર આપી માહિતી ગબ્બર સુધી વોકવે પહેલાં ફેઝ મા બનશે Ambaji Temple:શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ (Triveni Sangam)એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે,પણ...
અંબાજી મંદિરના વહિવટદાર કૌશિક મોદીએ શક્તિ કોરીડોરની આપી માહિતી
Advertisement
  • અંબાજી ધામની કાયાપલટ થશે
  • મંદિરના વહિવટદાર આપી માહિતી
  • ગબ્બર સુધી વોકવે પહેલાં ફેઝ મા બનશે

Ambaji Temple:શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ (Triveni Sangam)એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે,પણ આવનારા સમયમાં દેશનું સૌથી મોટું શક્તિપીઠ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજી (Ambaji Temple)ધામની કાયાપલટ કરવા માસ્ટર પ્લાન (Master Plan)બનાવ્યો છે,જેમાં અંબાજી થી ગબ્બર અને અંબાજી ધામનો ભવ્ય વિકાસ આગામી મહીનાઓમાં જોવા મળશે.

Advertisement

વહિવટદાર કૌશિક મોદી આપી માહિતી

આજે બપોરે અંબાજી મંદિર (Ambaji Temple)ખાતે અંબાજી મંદિરના વહિવટદાર કૌશિક મોદી(Kaushik Modi)ની અધ્યક્ષતામાં પત્રકારોને શક્તિ કોરીડોર (Corridor)ની માહિતી આપવામાં આવી હતી.અંબાજી મંદિર ના શક્તિદ્વાર થી ગબ્બર સતી સરોવર અને ગબ્બર સુધી વોકવે પથ ઉપર અવનવા આકર્ષણ સહિત ના કામો શરૂ થનાર છે, જે પહેલાં કોરિડોર માર્ગ પર આવતાં બિલ્ડીંગ અને જગ્યા ખુલ્લી કરવાની કામગીરી શુક્રવાર સવારથી શરૂ કરાઈ હતી.

Advertisement

આગામી દિવસોમાં અંડર બ્રીજ કામગીરી શરૂ થશે

અંબાજી (Ambaji Temple)એકાવન શક્તિપીઠ સર્કલથી ગબ્બર શક્તિચોક સુધી આગામી દિવસોમાં અંડર બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરાશે અને આ માર્ગ બંદ થતાં બીજો વૈકલ્પીક માર્ગ પણ શરૂ કરાશે. મળતી માહિતી પ્રમાણે કુલ ત્રણ ફેઝ મા શક્તિ કોરીડોર બનનાર છે. આ કામો ના પગલે અંબાજી એસટી બસ સ્ટેન્ડ હંગામી ધોરણે જુની કોલેજ ખાતે ખસેડવામા આવશે.હાલમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જુની કોટેજ ખાતે ભવ્ય ભોજનશાળા અને ફેસીલીટી સેન્ટર બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ રેલવે સ્ટેશન અને બાયપાસ રોડનું કામ પણ હાલમાં ઝડપી ચાલી રહ્યું છે.અંબાજી આવતા ભક્તો માટે આવનારા 2 વર્ષમાં માં અંબાનું ધામ અન્ય ધામો ની જેમ અલગ ઓળખ ઊભી કરશે. અંબાજી ગામનો વિકાસ હાલમાં શરૂ નહિ થાય ફેઝ વનની કામગીરી પૂર્ણ થયા બાદ મંદિર અને અંબાજી ગામની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ  વાંચો -Rajkot: મનીલેન્ડ એક્ટ હેઠળ P.T.જાડેજા વિરુદ્ધ ફરિયાદ

હાલમાં ઘણા કામો ચાલી રહ્યાં છે

હાલમાં શક્તિપીઠ અંબાજી ખાતે અન્ય કામો શરૂ થઈ ગયા છે, જેમાં ચીખલા ખાતે રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી, હિંમતનગર આબુરોડ હાઇવે માર્ગ નો બાયપાસ રોડ, રીંછડી ખાતે ભવ્ય મંદિર અને ડેમ વિકસાવવાની કામગીરી, જૂની કોટેઝ હોસ્પિટલ ખાતે વિશાળ ભોજનાલય અને ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર, ગબ્બર ખાતે પગથિયાં નવીનીકરણ કામગીરી અને ગબ્બર પાછળ તેલીયા નદી આસપાસ એડવેન્ચર એક્ટિવિટીના કામો શરૂ થઈ ગયાં છે.

આ પણ  વાંચો -BZ GROUP Scam : ભુપેન્દ્રસિંહ ઝાલાના 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ, આરોપી મયુર દરજીના રીમાન્ડ પૂર્ણ

અંબાજીનું બસ સ્ટેન્ડ આગામી દિવસોમાં અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે

51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર રોડ પરના શક્તિ ચોક સુધી અને શક્તિ દ્વારથી ગબ્બર સુધી વોકવે બ્રીજ કામગીરીને પગલે અંબાજીનુ હાલનુ બસ સ્ટેન્ડ આગામી દિવસોમાં પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની કોલેજ ખાતે ખસેડવામાં આવશે. આધારભૂત સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે જૂની કોટેજ હોસ્પિટલના આગળના ભાગે નવું અધતન બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે, જેનાથી યાત્રિકો બસ સ્ટેન્ડ અને ભોજનાલય થી સીધા મંદિર સુધી પહોંચી શકે.

અહેવાલ:શક્તિસિંહ રાજપુત,અંબાજી

Tags :
Advertisement

.

×