Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji : પરિવાર સાથે મા અંબાજીનાં દર્શન કરવાં પહોંચ્યો RCB નો ઓલરાઉન્ડર ખેલાડી

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji). ગુજરાત અને રાજસ્થાનની (Rajasthan) સરહદ પર આવેલું અંબાજી ધામ દેશનાં 51 શક્તિપીઠોમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં સામાન્ય ભક્તોની સાથે-સાથે દેશ-વિદેશોમાં જાણીતા અને લોકપ્રિય લોકો પણ...
ambaji   પરિવાર સાથે મા અંબાજીનાં દર્શન કરવાં પહોંચ્યો rcb નો ઓલરાઉન્ડર ખેલાડી
Advertisement

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji). ગુજરાત અને રાજસ્થાનની (Rajasthan) સરહદ પર આવેલું અંબાજી ધામ દેશનાં 51 શક્તિપીઠોમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં સામાન્ય ભક્તોની સાથે-સાથે દેશ-વિદેશોમાં જાણીતા અને લોકપ્રિય લોકો પણ મા અંબાજીનાં દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે અંબાજી મંદિરમાં IPL T20 નાં ઓલરાઉન્ડર ખેલાડી સૌરવ ચૌહાણ (Saurav Chauhan) પોતાનાં પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

પરિવાર સાથે અંબાજી પહોંચ્યો સૌરવ ચૌહાણ

Advertisement

સૌરભ ચૌહાણે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા

અંબાજી મંદિર (Ambaji Temple) ખાતે ઓલરાઉન્ડર ક્રિકેટર સૌરવ ચૌહાણ એ ગણપતિ મંદિર, અંબિકેશ્વર મહાદેવ, વિશ્વનાં સૌથી મોટા શ્રી યંત્રનાં દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ પૂજારી દ્વારા ક્રિકેટરને માતાજીની ચુંદડી પણ પ્રસાદ તરીકે આપવામાં આવી હતી અને પાવડી પણ મુકવામાં આવી હતી. મૂળ અમદાવાદનાં સૌરવ દિલીપસિંહ ચૌહાણ (Saurav Chauhan) છેલ્લા 4 વર્ષથી રણજિત ટ્રોફીમાં રમી રહ્યો છે, જેમાં સારા પ્રદર્શનથી વર્ષ 2024 IPL T20 માં તેનો સમાવેશ વિરાટ કોહલીની RCB ટીમમાં થયો હતો. સૌરવ ચૌહાણ આ વખતે આઇપીએલ T20 માં રોયલ ચેલેન્જર બેંગલોર (RCB) વતી રમ્યો હતો. ડુપ્લેસીની કેપ્ટનશીપમાં અને વિરાટ કોહલી (Virat Kohli) સાથે સૌરભ ચૌહાણ ક્રિકેટમાં સુંદર દેખાવ રહ્યો હતો. અંબાજી મંદિર ખાતે સૌરભ અવારનવાર દર્શન કરવા આવે છે. અંબાજી મંદિરની ગાદીમાં સૌરભ ચૌહાણે ભટ્ટજી મહારાજનાં આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ પણ બંધાવ્યું હતું. અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવમાં ભગવાન શિવને જળ પણ અર્પણ કર્યું હતું.

Advertisement

ભારતીય ક્રિકેટર સૌરવ ચૌહાણ

ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતીને દેશનું નામ રોશન કર્યું

અંબાજી મંદિરમાં વિવિધ ક્રિકેટરો માતાજીનાં દર્શન કરવા આવે છે. ત્યારે આજે સૌરવ ચૌહાણ એ પણ માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. થોડા જ દિવસો અગાઉ ઇન્ડિયાની ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ (T20 World Cup) જિત્યો હતો. ત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ હતો. દેશના ગામેગામ આનંદ અને ઉત્સાહમાં ઝૂમી ઊઠ્યા હતા. મૂળ અમદાવાદ ખાતે રહેતા સૌરવ ચૌહાણ પણ મા અંબાના ભક્ત છે. તેમનો પરિવાર પણ અવારનવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે.

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

આ પણ વાંચો - કોણ હશે ભારતના BOWLING અને FIELDING COACH? હવે ચિત્ર થયું સ્પષ્ટ

આ પણ વાંચો - Sania Mirza સાથે લગ્ન વિશે આ શું કહી ગયા Mohammad Shami!

આ પણ વાંચો - OLYMPICS માં ભાગ લેવા માટે આ ખેલાડીએ પોતાની જ આંગળી કાપી નાખી

Tags :
Advertisement

.

×