ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India - Pakistan Borders પર તંગદિલીભરી સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

ગ્રહોની દશા જોતા યુદ્ધ જેવી સ્થિતી નિર્માણને પણ નકારી શકાય નહિ. સરકારે પોતાની સરહદો સાચવવાની રહેશે. આગામી 19 મે સુધી ગ્રહદશાના કારણે હજૂ પર સ્થિતિ સાચવવાની રહેશે.
12:51 PM Apr 25, 2025 IST | SANJAY
ગ્રહોની દશા જોતા યુદ્ધ જેવી સ્થિતી નિર્માણને પણ નકારી શકાય નહિ. સરકારે પોતાની સરહદો સાચવવાની રહેશે. આગામી 19 મે સુધી ગ્રહદશાના કારણે હજૂ પર સ્થિતિ સાચવવાની રહેશે.
Ambalal-Patel-Prediction-Gujarat-First

India - Pakistan Borders : ભારત અને પાકિસ્તાનની સરહદો પર તંગદિલીભરી સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી સામે આવી છે. ગ્રહોની દશા જોતા યુદ્ધ જેવી સ્થિતી નિર્માણને પણ નકારી શકાય નહિ. સરકારે પોતાની સરહદો સાચવવાની રહેશે. આગામી 19 મે સુધી ગ્રહદશાના કારણે હજૂ પર સ્થિતિ સાચવવાની રહેશે. પાકિસ્તાનના બલુચીસ્તાનથી ઉત્તર ભારતની સરહદો સાચવવાની રહેશે. તથા ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદો પણ સાચવવાની રહેશે.

દરિયાઈ સીમા પર અસરો બની રહી શકે છે

દરિયાઈ સીમા પર અસરો બની રહી શકે છે. તેમજ ગ્રહદશાના કારણે સરહદો પર અવનવી ઘટનાઓ બની શકે છે. આતંકી પ્રવૃત્તિના કારણે હજૂ પણ અસરો થઈ શકે છે. જેમાં ઓગસ્ટ માસમાં પણ અનેક ઘટનાઓ બની શકે છે. અનિષ્ટ ગ્રહોના કારણે બોંબ વિસ્ફોટ જેવી ઘટના બની શકે છે. તથા રાજનેતાઓને પણ ગ્રહોની અસર થઇ શકે છે. અંબાલાલ પટેલ (Ambalal Patel) તેમની હવામાન અંગેની આગાહી માટે જાણીતા છે. વરસાદથી લઈને વાવાઝોડા સુધીની આગાહી તેઓ કરતા રહે છે. આજે પણ તેમણે રાજ્યમાં ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હવામાનની આગાહીની સાથે સાથે અંબાલાલ પટેલે રાજકીય આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલની આ રાજકીય આગાહીને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે.

જાણો અંબાલાલ પટેલ (Ambalal Patel) ની રાજકીય આગાહી

તેમણે જણાવ્યું કે, 19મી મે પહેલા ગુજરાત સરકારમાં ફેરફાર થશે. ગુજરાતની સરકાર સ્થિર પણ અનિષ્ટ બાબતોથી બચવું આવશ્યક છે. તેમણે કહ્યું કે, મીનનો શનિ અને પંચગ્રહી યોગની અસર રાજકારણ પર થશે. આસુરી સંપતિનો ઉદય થવાથી રાજકીય હલનચલન જોવા મળશે. ટ્રમ્પના ટેફિફ મુદ્દે ગુજરાત રાજ્યમાં પણ અસર થશે. ગુજરાત સરકારમાં નવીનતમ બાબતો બનશે. કેન્દ્ર સરકારની સ્થિરતામાં વાંધો નહીં આવે પણ નવાજૂની થશે.

આ પણ વાંચો: Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલા પછી India-Pakistan Sports પર જાણો શું થશે અસર

Tags :
AhmedabadAmbalal PatelbordersGujaratIndiaPakistan
Next Article