ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વટામણ-ધોળકા હાઈવે પર ₹3.69 કરોડની એમ્બરગ્રીસ જપ્ત : CID ક્રાઈમની મોટી સફળતા

અમદાવાદમાં ફરી એમ્બરગ્રીસની તસ્કરી: ભાવનગરનો શખ્સ ઝડપાયો
10:47 PM Aug 26, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદમાં ફરી એમ્બરગ્રીસની તસ્કરી: ભાવનગરનો શખ્સ ઝડપાયો

અમદાવાદ : ગુજરાત CID ક્રાઈમે વટામણ-ધોળકા હાઈવે પર એક મોટી કાર્યવાહી હાથ ધરીને 3.69 કિલોગ્રામ એમ્બરગ્રીસ (સ્પર્મ વ્હેલની ઉલટી) જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 3.69 કરોડ આંકવામાં આવે છે. આ કાર્યવાહીમાં ભાવનગરના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે ફરતો હતો. આ ઘટના ગુજરાતમાં એમ્બરગ્રીસની તસ્કરી સામેની સતત કાર્યવાહીનો ભાગ છે, જેમાં છેલ્લા ચાર મહિનામાં અમદાવાદ જિલ્લામાં રૂ. 11.57 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત થયું છે.

CID ક્રાઈમને ગુપ્ત માહિતી મળી હતી કે ભાવનગરનો એક શખ્સ વટામણ-ધોળકા હાઈવે પર એમ્બરગ્રીસનું ગેરકાયદેસર વેચાણ કરવા માટે ખરીદદારોની શોધમાં ફરે છે. આ માહિતીના આધારે CID ક્રાઈમની ટીમે હાઈવે પર એક ચેકપોઈન્ટ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રશાંત સુરેશ ભાઈ વાઘેલા નામની ઈસમને પકડી પાડવામાં આવ્યો છે, જે ભાવનગરના તળાજા તાલુકાનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. તેની પાસેથી 3.69 કિલોગ્રામ એમ્બરગ્રીસ એક મોબાઈલ ફોન (રૂ. 5,000ની કિંમત), અને રૂ. 1,200 રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે આ એમ્બરગ્રીસ ભાવનગરના દરિયાકાંઠે રહેતા એક અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવ્યું હતું અને તેનું વેચાણ રૂ. 1 કરોડથી વધુની કિંમતે કરવાની યોજના હતી. જપ્ત કરાયેલ એમ્બરગ્રીસની ચકાસણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી જેણે તેની ખરાઈની પુષ્ટિ કરી છે. આરોપીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (Wildlife Protection Act) હેઠળ કાર્યવાહી માટે ધોળકા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે.

એમ્બરગ્રીસ શું છે અને શા માટે ગેરકાયદેસર?

એમ્બરગ્રીસ, જેને “ફ્લોટિંગ ગોલ્ડ” તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં ઉત્પન્ન થતો એક મીણ જેવું પદાર્થ છે. તેનો ઉપયોગ લક્ઝરી પરફ્યુમ અને પરંપરાગત દવાઓમાં થાય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ. 1 કરોડ પ્રતિ કિલોગ્રામ સુધી હોય છે. ભારતમાં સ્પર્મ વ્હેલ એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની શેડ્યૂલ 1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. આંતરરાષ્ટ્રીય સંધિ CITES (Convention on International Trade in Endangered Species) હેઠળ પણ તેનું વેચાણ ગેરકાયદેસર છે. એમ્બરગ્રીસનો વેપાર વ્હેલના શિકારને પ્રોત્સાહન આપે છે, જેના કારણે તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

ગુજરાત એમ્બરગ્રીસની તસ્કરીનો હોટસ્પોટ

ગુજરાતનો દરિયાકાંઠો, ખાસ કરીને ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓ, એમ્બરગ્રીસની તસ્કરીના હોટસ્પોટ બની ગયા છે. છેલ્લા ચાર મહિનામાં અમદાવાદ જિલ્લામાં થયેલી આ ત્રીજી મોટી કાર્યવાહી છે.

17 ઓગસ્ટ 2025: અમદાવાદ રૂરલ SOGએ સરખેજ-સાણંદ હાઈવે પર 2.976 કિલોગ્રામ એમ્બરગ્રીસ (રૂ. 2.98 કરોડ) જપ્ત કરીને બે શખ્સો, યોગેશ તુલસી મકવાણા (30, ભાવનગર) અને પંતુકુમાર ભરતભાઈ પટેલ (37, અમદાવાદ)ની ધરપકડ કરી હતી.

6 ઓગસ્ટ 2025: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેઘાણીનગરમાં 2 કિલોગ્રામ એમ્બરગ્રીસ (રૂ. 2 કરોડ) સાથે રાજુ ઉર્ફે રાજેશ પુનમચંદ મારવાડી (43)ની ધરપકડ કરી હતી.

30 એપ્રિલ 2025: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.904 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું હતું.

આ ઉપરાંત, ભાવનગરમાં 24 મે 2025ના રોજ 1.10 કિલોગ્રામ એમ્બરગ્રીસ (રૂ. 1 કરોડ) સાથે પ્રદીપ ગુજરિયાની ધરપકડ થઈ હતી, જેમાં સપ્લાયર મેહુલ ઉર્ફે છોટુ બાંભણિયા ફરાર હતો. આ ઘટનાઓ દર્શાવે છે કે ગુજરાતનો દરિયાકાંઠો એમ્બરગ્રીસની તસ્કરી માટે એક મોટું નેટવર્ક બની ગયો છે.

પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભૂમિકા

અમદાવાદ CID ક્રાઈમના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું, “આ એક આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એમ્બરગ્રીસ એકઠું કરીને મોટા શહેરોમાં વેચાણ માટે લાવવામાં આવે છે. અમે આરોપીના સપ્લાયર અને ખરીદદારોની શોધમાં છીએ.” ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ આ મામલે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે, અને આરોપી સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 9, 39, અને 51 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો- માતર બાદ કઠલાલ-કપડવંજના પૂર્વ BJP MLA કનુ ડાભીનો લેટર બૉમ્બ : ભાજપ અને સરકાર સામે ગંભીર આક્ષેપ

Tags :
#AmberGreaseSmuggling#VatamanDholkaHighwayBhavnagarCIDCrimegujaratnewsWildlifeconservation
Next Article