IRAN-ISRAEL CONFLICT : 'શાંતિ નહીં તો ઈરાનનો વિનાશ થશે' - ડોનાલ્ડ ટ્રમ્પ
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની સીધી એન્ટ્રી
- ઇરાનના 3 ન્યુક્લિયર સાઇટ પર બોમ્બ ઝીંક્યા
- ઇઝરાયલે અમેરિકાના પ્રયાસોની ભરપુર સહારના કરી
- અમેરિકાની કાર્યવાહીથી ઇરાન છંછેડાયું
- યુએન દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી
IRAN-ISRAEL CONFLICT : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલતી યુદ્ધની સ્થિતીમાં આજે અમેરિકાએ સીધી એન્ટ્રી લીધી છે. અમેરિકાએ ઇરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ પર બોમ્બમારો કર્યો (USA ATTACK IRAN) છે. જેમાં ઇરાનના ફોર્ડે, નતાંઝ અને ઇસ્ફાહન સાઇટ તબાહ થઇ છે. અમેરિકાએ 6 બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા (USA BUNKER BOMB) હોવાનું જાણવા મળી રહ્યું છે. નતાંઝ અને ઇસ્ફાહનમાં 35 ટોમહોક મિસાઇલો છોડવામાં આવી છે. આ કાર્યવાહી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે (US PRESIDENT DONALD TRUMP) ટ્વીટર પોસ્ટ મારફતે દુનિયાને જાણ કરી છે. આ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું છે. જેમાં તેમણે આ અંગેની વિગતવાર માહિતી આપી છે.
America Attacks Iran : "શાંતિ નહીં તો ઈરાનનો વિનાશ થશે" । Gujarat First
થોડા સમય પહેલા, યુ.એસ. સૈન્યએ ઈરાની શાસનમાં ત્રણ મુખ્ય પરમાણુ સુવિધાઓ, ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પર મોટા પાયે સચોટ હુમલા કર્યા હતા. આ ભયાનક વિનાશક સામાન બનાવતી વખતે દરેક વ્યક્તિએ વર્ષોથી આ નામો સાંભળ્યા… pic.twitter.com/lSug9MSdXt
— Gujarat First (@GujaratFirst) June 22, 2025
ઇરાન છેલ્લા 40 વર્ષથી ધમકી આપતું હતું
ડોમાલ્ડ ટ્રમ્પે (US PRESIDENT DONALD TRUMP) તેમના સંબોધનમાં કહ્યું કે, અમે ફોર્ડે, નતાંઝ અને ઇસ્ફનાહ સાઇટ નષ્ટ કરી છે. કોઇ પણ સેના આવું ના કરી શકે. ઇરાનમાં શાંતિ હશે અથવા તો ત્રાસદી હશે. ઇરાન હુમલો નહીં કરે તો અમે પલટવાર નહીં કરીએ. ઇરાનમાં હજુ પણ અનેક એટમી સાઇટ આવેલી છે. મેં પ્રયાસ કર્યો કે, યુદ્ધ ના થાય, પણ કરવું પડ્યું છે. ઇરાન છેલ્લા 40 વર્ષથી ધમકી આપતું હતું. ઇરાને કોઇ પણ સ્થિતીમાં આ યુદ્ધ ખત્મ કરવું પડશે. ઇરાન પાસે હજુ પણ સમય છે.
ટ્રમ્પનો નિર્ણય મધ્યપૂર્વમાં ઇતિહાસ બદલી દેશે
જે બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ (ISRAEL PM BENJAMIN NETANYAHU) એ સંબોધન કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય ઘણો સાહસિક છે. ટ્રમ્પનો નિર્ણય મધ્યપૂર્વમાં ઇતિહાસ બદલી દેશે. શક્તિથી જ શાંતિ આવે છે. તેમણે ન્યુક્લિયર સાઇટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. સાથે જ ઓપરેશન રાઇઝિંગ લાયન (OPERATION RISING LION) ચાલુ હોવાનું ઉમેર્યું છે.
અમારો ન્યુક્લિયર પ્રોગ્રામ કોઇ પણ સંજોગોમાં ચાલુ રહેશે
બીજી તરફ ઇરાનના પરમાણું સંગઠન દ્વારા અમેરિકા પર મોટો આરોપ મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમારો ન્યુક્લિયર પ્રોગ્રામ કોઇ પણ સંજોગોમાં ચાલુ રહેશે. કોઇ પણ કિંમતે અમે ન્યુક્લિયર પ્રોગ્રામને રોકીશું નહીં. અત્રે નોંધનીય છે કે, આ જોતા આવનાર સમયમાં સ્થિતી વધુ વણસે તેવી શક્યતાઓ આ તબબક્કે નકારી શકાય તેમ નથી.
આગળનો રસ્તો ફક્ત વાતચીતથી જ નીકળશે
આ તકે વાત વણસતા અટકાવવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી છે. યુએનના સેક્રેટરી જનરલ ગુટેરેસ દ્વારા તમામ પક્ષોને શાંતિની અપીલ કરવામાં આવી છે. ગુટેરેસનું કહેવું છે કે, આગળનો રસ્તો ફક્ત વાતચીતથી જ નીકળશે. અમેરિકાએ કરેલી કાર્યવાહી અંગે તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. અને ઉમેર્યું કરે, હુમલો વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સીધો ખરતો છે., આ કટોકટીભરી સ્થિતીનો કોઇ લશ્કરી ઉકેલ નથી.
આ પણ વાંચો --- IRAN THREAT USA : અમેરિકાના હુમલા બાદ ઈરાનની સૌથી મોટી ધમકી


