America : મિશિગનના ગ્રાન્ડ બ્લેન્કમાં ચર્ચમાં ફાયરિંગ બાદ આગ, બે લોકોના મોત
- America : મિશિગન ચર્ચમાં ફાયરિંગ પછી આગ : બે લોકોના મોત, 9 ઘાયલ, હુમલાખોર માર્યો
- અમેરિકા ગ્રાન્ડ બ્લેન્કમાં ચર્ચ હુમલો : વાહન ઘુસેડી ગોલીબારી, આગે ચર્ચ ધરાશાયી
- જીસસ ક્રાઇસ્ટ ચર્ચમાં ભયાનક ઘટના : ગોલીબારી પછી આગ, મિશિગનમાં બે મૃત્યુ
- ગ્રાન્ડ બ્લેન્ક શૂટિંગ: ચર્ચમાં હુમલો, 9 હોસ્પિટલમાં, ગવર્નરની નિંદા
- મિશિગનમાં પૂજા સ્થળ પર હિંસા : ગોલીબારી અને આગ, એફબીઆઈ તપાસ
ગ્રાન્ડ બ્લેન્ક (મિશિગન) : અમેરિકાના ( America ) મિશિગન રાજ્યના ગ્રાન્ડ બ્લેન્ક ટાઉનશિપમાં રવિવારે એક ચર્ચમાં થયેલી ફાયરિંગ અને ત્યારબાદ લાગેલી આગે આખા વિસ્તારને હચમચાવી દીધો છે. જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ ચર્ચમાં આ ઘટના બની છે. જ્યાં એક હુમલાખોરે વાહન ચર્ચમાં ઘૂસાડીને ફાયરિંગ શરૂં કર્યું હતુ. પોલીસે જણાવ્યું કે, આમાં બે વ્યક્તિઓના મોત થયા છે (જેમાં હુમલાખોર પણ સામેલ છે) અને 9 અન્ય ઘાયલ થયા છે. ગોળીબાર પછી ચર્ચમાં લાગેલી આગ હવે નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ તેના કારણે ચર્ચનો આંશિક ભાગ ધરાશાયી થઈ ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ચર્ચમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે.
હુમલાખોર ગાડી લઈને ચર્ચમાં ઘુસી ગયો
ઘટના રવિવારે સવારે 11 વાગ્યા પહેલાં શરૂ થઈ જ્યારે ચર્ચમાં હજારો ભક્તો પૂજા માટે એકઠા થયા હતા. ગ્રાન્ડ બ્લેન્ક ટાઉનશિપ પોલીસને ફાયરિંગની માહિતી મળતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 11:25 વાગ્યા સુધીમાં પોલીસે 40 વર્ષના બર્ટન વતવાસી હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો હતો. પોલીસ ચીફ વિલિયમ રેન્યેના જણાવ્યા મુજબ, હુમલાખોરે પહેલા તેનું વાહન ચર્ચમાં ઘુસેડ્યું અને પછી ભક્તો પર ફાયરિંગ કરી દીધું હતું. આમાં એક વ્યક્તિનું મોત થયું અને 9 જણા હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો- Asian Aquatic Championship 2025 : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું ભવ્ય આગમન, CMએ કર્યું ભાવભીનું સ્વાગત
ફાયરિંગ પછી ચર્ચમાં લાગી ગઈ આગ
ફાયરિંગ પછી ચર્ચમાં આગ લાગી ગઈ હતી. જેને ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, તેના કારણે ચર્ચનો આંશિક ભાગ ધરાશાયી થઈ ગયો. ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક કાર્ય શરૂ કર્યું, અને 12:20 વાગ્યા સુધીમાં આગને નિયંત્રણમાં લાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, હાલમાં કોઈ જોખમ નથી, પરંતુ આગ ગોલીબારીને કારણે લાગી કે અન્ય કારણે તે હજુ સ્પષ્ટ નથી.
પોલીસે આસપાસના વિસ્તારોને ચર્ચ પાસે ન જવા તાકિદ
પોલીસે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે. બચાવ દળ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોને મદદ પહોંચાડી રહ્યા છે. પ્રભાવિત પરિવારો અને લોકો માટે નોર્થ પેવેલિયનને મળવાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જ્યારે ટ્રિલિયમ થિયેટર (હોલી અને મેકકેન્ડલિશ રોડ પાસે)ને બીજું કેન્દ્ર બનાવાયું છે, જ્યાં લોકો તેમના પરિવારજનોને મળી શકે.
મિશિગનના ગવર્નર ગ્રેટ્ચન વિટમરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, "ગ્રાન્ડ બ્લેન્ક સમુદાય માટે મારું હૃદય તૂટી રહ્યું છે. પૂજા સ્થળમાં હિંસા અસ્વીકાર્ય છે. ત્વરિત કાર્યવાહી કરનારા પ્રથમ પ્રતિસાદકર્તાઓ માટે આભારી છું. અમે આ સ્થિતિનું નિરીક્ષણ કરીશું અને ગ્રાન્ડ બ્લેન્કના ચર્ચને અમારા હૃદયમાં રાખીશું."
એફબીઆઈ અને સ્થાનિક પોલીસ તપાશ કરી રહ્યા છે, અને હુમલાખોરની પ્રેરણા અંગે હજુ કોઈ માહિતી જાહેર થઈ નથી. આ ઘટના મિશિગનમાં તાજેતરની ચોથી મોટી ગોલીબારી છે, જે અમેરિકામાં પૂજા સ્થળો પર વધતી હિંસાની ચિંતા વધારે છે. આગળની તપાસમાં વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો- Nepal Gen Z case : નેપાળના પૂર્વ પીએમ દેઉબાનો પાસપોર્ટ રદ, ઓલી સહિત 5 નેતાઓને કાઠમાંડૂ છોડવા પર પ્રતિબંધ