Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેવાના ડૂંગર તળે દબાયું અમેરિકા, મુડીસે ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું

AMERICA IN HUGE DEBT : વિશ્વપ્રસિદ્ધ ક્રેડીટ રેટિંગ એજન્સી મુડીસ દ્વારા અમેરિકાનું ક્રેડીટ રેટિંગ AAA થી ઘટીને AA1 કરી દેવામાં આવ્યું છે
દેવાના ડૂંગર તળે દબાયું અમેરિકા  મુડીસે ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું
Advertisement
  • જગતજમાદારની આર્થિક મુશ્કેલીઓ વધવાની દિશામાં
  • અમેરિકાનું દેવું બેકાબુ બન્યું
  • ક્રેડીટ રેટિંગ એજન્સીએ રેટિંગ ઘટાડતા વિશ્વભરમાં ચિંતાનો માહોલ

AMERICA IN HUGE DEBT : જગત જમાદાર અમેરિકા (AMERICA) મોટા દેવાના ડૂંગર તળે દબાયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. વિશ્વપ્રસિદ્ધ ક્રેડીટ રેટિંગ એજન્સી મુડીસ (CREDIT RATING AGENCY MOODY'S) દ્વારા અમેરિકાને ડાઉન ગ્રેડ કરતા ક્રેડીટ રેટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે. અમેરિકાનું ક્રેડીટ રેટિંગ AAA થી ઘટીને AA1 કરી દેવામાં આવ્યું છે. જો કે, આ ઘટનાક્રમ બાદ દુનિયાના વિશ્વાસમાં લેવા માટે તર્કસંગત વાત મુકવાની જગ્યાએ અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, અમે કોઇ તારણને ગંભીરતાથી નથી લેતા.

અસર શેર માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં વર્તાશે

જગત જમાદાર બનીને વર્તતા અમેરિકા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમેરિકા પર 36 ટ્રિલિયન ડોલરનું દેવું છે. જે હવે બેકાબુ બની રહ્યું છે. આ હકીકતને ધ્યાને રાખીને વિશ્વપ્રસિદ્ધ ક્રેડીટ રેટિંગ એજન્સી દ્વારા અમેરિકાના ક્રેડિટ રેટિંગને ઘટાડી દેવામાં આવ્યું છે. મુડીસ દ્વારા અમેરિકાનું ક્રેડીટ રેટિંગ AAA થી ઘટીને AA1 કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં તેની અસર શેર માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં વર્તાશે. આ વાતને ગંભીરતાથી લેવાના બદલે અમેરિકા દ્વારા હકીકતથી પોતાનો પીછો છોડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

કોઇ તારણને ગંભીરતાથી નથી લેતા

અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા મુડીસના તારણને સ્પષ્ટ પણે ફગાવી દેવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસનું કહેવું થે કે, અમે મુડીઝના કોઇ તારણને ગંભીરતાથી નથી લેતા. આ તારણ રાજકીય પૂર્વાગ્રહથી પ્રેરાઇને જાહેર કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું છે.

Advertisement

આ પણ વાંચો --- America ના કેલિફોર્નિયામાં ફર્ટિલિટી ક્લિનિકની બહાર બોમ્બ વિસ્ફોટ, 1નું મોત, FBIએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો

Tags :
Advertisement

.

×