America એ કરી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા, અમદાવાદમાંથી નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે કર્યા વખાણ
- સાયબર અપરાધ વિરૂદ્ધ સ્પષ્ટ સંદેશ આપ્યોઃ અમેરિકા
- કોલ સેન્ટરમાંથી અમેરિકનો સાથે કરાતી હતી છેતરપિંડી
- હાંસોલમાંથી પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું
America: અમેરિકાએ કરી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. જેમાં અમદાવાદમાંથી નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે વખાણ કર્યા છે. જેમાં અમેરિકાએ સાયબર અપરાધ વિરૂદ્ધ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કોલ સેન્ટરમાંથી અમેરિકનો સાથે છેતરપિંડી કરાતી હતી. જેમાં હાંસોલમાંથી પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. તથા અમદાવાદ એરપોર્ટ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. લોનના બહાને અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા હતા. ત્યારે ભારતમાં અમેરિકાના દૂતાવાસે X પોસ્ટમાં વખાણ કર્યા છે.
કોલ સેન્ટર દ્વારા અમેરિકન (America) નાગરીકોને લોન આપવાના બહાને છેતરપિંડી
નકલી કોલ સેન્ટર ખોલી અમેરિકા (America) ના નાગરિકોને લોનના બહાને શિકાર બનાવનાર બે લોકોને ગુજરાત પોલીસે ઝડપી લીધા બાદ અમેરિકન દુતાવાસે ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.
અમેરિકા (America) અને ઇન્ડિયા બન્ને દેશો પબ્લિક સેફ્ટી અને સિક્યુરીટીને જોખમમાં મુકતા
સોશિયલ મીડિયા પર આનો ઉલ્લેખ કરતા અમેરિકન એમ્બેસીએ લખ્યું છે કે અમેરિકા (America) અને ઇન્ડિયા બન્ને દેશો પબ્લિક સેફ્ટી અને સિક્યુરીટીને જોખમમાં મુકતા આવા લોકો સામે કડક પગલા લેવા કટિબદ્ધ છે. અમદાવાદ એરપોર્ટ પોલીસે હાંસોલમાં ચાલી રહેલા એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
આ પણ વાંચો: AI કેટલા વર્ષોમાં માનવ નોકરીઓ પર કબ્જો જમાવશે? Google ના ભૂતપૂર્વ અધિકારીએ આપ્યો ચોંકાવનારો જવાબ
જાણો સમગ્ર ઘટના
પોલીસને મળેલી બાતમી આધારે હાંસોલની રાધે રેસિડેન્સીમાં ચાલતા આ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ અમેરિકન (America) નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપતા હતા. લોન આપવાના બહાને તેઓ દરેક વ્યક્તિ પાસેથી 100 થી 500 ડોલર પડાવતા હતા. પોલીસ આ મામલે મુખ્ય આરોપીઓ ચિરાગ મોટવાણી અને અક્ષય અહુજાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કોમ્યુટર, મોબાઈલ ફોન અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.
આ પણ વાંચો: શું Saiyaara જોયા પછી ચાહકો ખરેખર રડ્યા? અભિનેતાએ નિર્માતાઓનો કર્યો પર્દાફાશ