America Rithva Brahmbhatt : મહેસાણાની 18 વર્ષની ઋત્વા બ્રહ્મભટ્ટે અમેરિકામાં વગાડ્યો ડંકો
- મહેસાણાની ઋત્વા બ્રહ્મભટ્ટે અમેરિકામાં ડંકો વગાડ્યો
- અમેરિકાના મોટા નેતાઓ અને બિઝનેસમેનો અભ્યાસ કર્યો
- સ્કોલરશીપ સાથે અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય
America Rithva Brahmbhatt :મહેસાણાની ઋત્વા બ્રહ્મભટ્ટે (America Rithva Brahmbhatt )અમેરિકામાં ડંકો વગાડ્યો છે 200 વર્ષના ઇતિહાસમાં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમા સ્કોલરશીપ સાથે અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય જે કોલેજમાં રાષ્ટ્રપતિ તેમજ અમેરિકાના મોટા નેતાઓ અને બિઝનેસમેનો અભ્યાસ કર્યો છે ત્યાં ઋતવાને સ્કોલરશીપ મળી છે
મહેસાણાની 18 વર્ષની ઋત્વા અમેરિકામાં ડંકો
મહેસાણાની 18 વર્ષની ઋત્વા ઉદયભાઇ બ્રહ્મભટ્ટે અમેરિકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં 200 વર્ષના ઇતિહાસમાં સ્કોલરશીપ સાથે અભ્યાસ કરનાર ઋત્વા પ્રથમ ભારતીય હોવાનું જાણવા મળ્યું છે. ઋત્વાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરનું નામ અમેરિકામાં જાણીતું કર્યું છે.
આ પણ વાંચો -junagadh:સત્યમ હોટલના બાથરૂમમાંથી પરિણીતાનો મળ્યો મૃતદેહ!
અમેરિકાના ટેનિસિમાં સ્થાયી થયા છે
મહેસાણામાં વકીલાતમાં જાણીતું નામ એવા ઉદયભાઇ બ્રહ્મભટ્ટ 9 વર્ષથી અમેરિકાના ટેનિસિમાં સ્થાયી થયા છે. તેમની 18 વર્ષની દીકરીએ અમેરિકામાં મહેસાણા જ નહીં પરંતુ ભારતની દીકરી તરીકે નામ ઉજાગર કર્યું છે. ઋત્વિક બ્રહ્મભટ્ટે અમેરિકામાં રોડ આઇલેન્ડ સ્થિત બ્રાઉન યુનિવર્સિટીમાં ભારતીય નાણા મુજબ સાડા ત્રણ કરોડની સ્કોલરશીપ સાથે પ્રવેશ મેળવ્યો છે.
આ પણ વાંચો -Rajkot Fake Police : રાજકોટમાંથી ઝડપાયો નકલી પોલીસ કર્મચારી
બિઝનેસમેનો અને નેતાઓ અભ્યાસ કરી ચૂક્યા છે
જે કોલેજમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ તેમજ બિઝનેસમેનો અને નેતાઓ અભ્યાસ કરી ચૂક્યા છે તે યુનિવર્સિટીમાં 200 વર્ષના ઇતિહાસમાં ૧૦૦ ટકા સ્કોલરશીપ મેળવનાર ઋત્વા બ્રહ્મભટ્ટ પ્રથમ ભારતીય બની છે. ઋત્વા બ્રહ્મભટ્ટે પોલિટિકલ સાયન્સના અભ્યાસમાં અત્રેની યુનિવર્સિટીમાં સ્કોલરશીપ મેળવી છે અને નોંધનીય છે કે, ઋત્વા બ્રહ્મભટ્ટના દાદા ગોવિંદભાઈ બ્રહ્મભટ્ટ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.


