BOAT ACCIDENT : અમેરિકાના સૈન ડિએગોમાં બોટ પલટી, 3 ના મોત, 9 લાપતા
- અમેરિકામાં બોટ દુર્ઘટના સામે આવી
- માછીમારીની બોટ પલટી જતા 9 લાપતા
- કોસ્ટ ગાર્ડની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
- પીડિત ભારતીય પરિવારોના સંપર્કમાં દૂતાવાસ
BOAT ACCIDENT : અમેરિકાના સૈન ડિએગો (San Diego - USA) માં બોટ પલટી જવાની (BOAT ACCIDENT) ઘટના સામે આવી છે. બોટ પલટી જવાની ઘટના બાદ ત્રણ લોકોના મોત અને 9 લોકો લાપતા બન્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ બોટમાં બે ભારતિય મૂળના શખ્સો પણ બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય દંપતિને બચાવી લેવામાં આવ્યું છે, તેઓ હાલ સારવાર હેઠળ છે. કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા લાપતા લોકોની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે.
દંપતિને રેસ્ક્યૂ કરીને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
અમેરિકાના સૈન ડિએગોમાં આજે બોટ પલટી જવાની ઘટના સામે આવતા ચકતાર મચી જવા પામી છે. બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત અને 9 લોકો લાપતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનાનો ભોગ એક ભારતિય મૂળનો પરિવાર પણ બન્યો હતો. લાપતા વ્યક્તિઓમાં બે ભારતિયોના સંતાનો છે, જ્યારે દંપતિને રેસ્ક્યૂ કરીને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર સ્થિતિ પર ભારતીય દૂતાવાસની નજર છે.
માનવ તસ્કરીની આશંકા
સૈન ડિએગોના ટોરી પાઇન્સ સ્ટેટ પાસે આ બોટ પલટી હતી. આ બોટ માછીમારી કરવા માટે જતી હતી. અને તેમાં આ લોકો સવાર હતા. માનવ તસ્કરીની આશંકાએ પણ આ મામલે તપાસનો ધમધમાટ આગળ ધપાવવામાં આવ્યો છે. બીજી તરફ કોસ્ટગાર્ડની ટીમો દ્વારા લાપતા લોકોની શોધખોળ તેજ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો --- Donald Trump: અમેરિકાની કુખ્યાત 'Alcatraz' જેલ 62 વર્ષ બંધ રહ્યા પછી ફરી ખુલશે!