Plane Crash મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ!
- અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ મામલો
- NTSB ભારતના AAIB ને તપાસમાં મદદ કરશે
- વિમાનમાં 242 લોકો સવાર હતા
Plane Crash : અમદાવાદમાં ક્રેશ (AhmedabadPlane Crash)થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટ(Air India Flight )ની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ જાહેરાત કરી છે કે, તે ભારતની વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)ને ઘટનાની તપાસ કરવામાં મદદ કરશે.
જે કંપનીએ વિમાન બનાવ્યું, તે એક્સપ્રર્ટ્સની ટીમ ભારત મોકલશે
અમેરિકાની એજન્સી એલટીએસબીએ પોતાની એક્સપર્ટ્સની ટીમ ભારત મોકલવાની તૈયારી કરી દીધી છે.આ ટીમ એઆઈઆઈબી સાથે મળી અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનની તમામ બાબતોની તપાસમાં કરશે.આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના એનેક્સ-13 પ્રોટોકોલ મુજબ જ્યારે કોઈ દેશમાં વિમાન દુર્ઘટના થાય છે અને તે વિમાન જે કંપનીએ બનાવ્યું હોય છે.ત્યારે તે વિમાન બનાવનાર કંપની તપાસમાં સામેલ થઈ શકે છે.ક્રેશ થયેલું એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ 787-8 હતું.જે અમેરિકાની કંપની બોઈંગ દ્વારા બનાવાયું છે.તેથી ઘટનામાં એનટીએસબીની ભૂમિકામાં હોવાનું સ્વાભિવક છે.
The NTSB will be leading a team of US investigators travelling to India to assist the Aircraft Accident Investigation Bureau with its investigation into the crash of an Air India Boeing 787 in Ahmedabad, India, Thursday.
— NTSB Newsroom (@NTSB_Newsroom) June 12, 2025
NTSB’s role in foreign aviation accident investigations: https://t.co/8onGfS9BHb
— NTSB Newsroom (@NTSB_Newsroom) June 12, 2025
આ પણ વાંચો -Ahmedabad Plane Crash: એક જ પરિવારના 5 લોકોના મોત,અંતિમ સેલ્ફી આવી સામે
NTSB ની અમેરિકાની એક સ્વતંત્ર એજન્સી
એનટીએસબી એટલે કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અમેરિકાની એક સ્વતંત્ર એજન્સી છે.આ કંપની ત્યાં થતી વિમાન દુર્ઘટનાઓની તપાસ કરે છે.જે વિમાન,ટ્રેન,રોડ,દરિયામાં અને પાઈપલાઈન ઘટનાઓની તપાસ કરે છે.જો અમેરિકાની બહાર અમેરિકામાં બનતા વિમાનની કોઈ દુર્ઘટના બને છે.તો NTSB આઈસીએઓના નિયમ મુજબ તે દેશની મંજૂરી મેળવ્યા બાદ તપાસમાં સામેલ થઈ શકે છે.