ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

US Tariffs: ટેરિફ તણાવ વચ્ચે US પ્રતિનિધિમંડળ આજે ભારત આવશે,દ્વિપક્ષીય વેપાર કરાર પર થશે ચર્ચા

US Tariffs: ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના તેલ ખરીદવા માટે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે, આ મામલે બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં USનું એક પ્રતિનિધિમંડળ આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે.
07:10 PM Sep 15, 2025 IST | Mustak Malek
US Tariffs: ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના તેલ ખરીદવા માટે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે, આ મામલે બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં USનું એક પ્રતિનિધિમંડળ આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે.
US Tariffs

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ તણાવ વચ્ચે ભારત અને અમેરિકા વેપાર કરારની વાટાઘાટો ફરીથી શરૂ થવાની છે. આ પ્રથમ વખત છે જ્યારે આવા ટેરિફ પછી બંને દેશોના વેપારીઓ બેઠક કરશે.અમેરિકાની તરફથી ટ્રમ્પ વહીવટીતંત્રના વેપાર વાટાઘાટ કરનારા બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે. આ બેઠકોમાં બંને દેશો વેપારના મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમાં ટેરિફને ઘટાડવા અને વેપાર વધારવાના રસ્તા શોધવામાં આવશે. ભારત માટે અમેરિકા મોટો વેપારી ભાગીદાર છે, તેથી આ વાટાઘાટો બંને માટે જરૂરી છે.

US Tariffs મામલે  બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ભારત આવશે

પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટોના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે. અગાઉ, યુએસ ટીમ છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો માટે 25 ઓગસ્ટે ભારત આવવાની હતી, પરંતુ યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ આ વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમે પહેલાથી જ સંકેત આપી દીધા છે કે ચર્ચા ચાલી રહી છે. યુએસ મુખ્ય વાટાઘાટકાર ભારત આવી રહ્યા છે. ભવિષ્યમાં પરિસ્થિતિ શું બનવાની છે તે જાણવા માટે તેઓ વાટાઘાટો કરશે.

US Tariffs મામલે દ્રિપક્ષી વેપારની થશે ખાસ ચર્ચા 

ભારતના મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય મંત્રાલયમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ વાટાઘાટોનો છઠ્ઠો રાઉન્ડ નથી, પરંતુ તેમાં વેપાર વાટાઘાટો પર ચર્ચા થઈ રહી છે અને ભારત અને અમેરિકા વચ્ચે કેવી રીતે કરાર થઈ શકે તે જોવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? ભારત અને અમેરિકા સાપ્તાહિક ધોરણે વર્ચ્યુઅલ માધ્યમથી ચર્ચામાં રોકાયેલા છે. અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ અમે વધુ પ્રગતિ કરી શક્યા નથી, કારણ કે એકંદર વાતાવરણ અનુકૂળ નહોતું. મંગળવારની વાટાઘાટોને વાટાઘાટોના છઠ્ઠા રાઉન્ડ તરીકે જોવી જોઈએ નહીં, પરંતુ તેમાં ભવિષ્યની કાર્યવાહી નક્કી કરી શકાય છે.

બ્રેન્ડન લિંચ કોણ છે

ટ્રમ્પ વહીવટીતંત્રના મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચ દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક યુએસ વેપાર પ્રતિનિધિ છે. તેઓ પ્રદેશના 15 દેશોના સંદર્ભમાં યુએસ વેપાર નીતિના વિકાસ અને અમલીકરણની દેખરેખ રાખે છે. આમાં યુએસ-ઇન્ડિયા ટ્રેડ પોલિસી ફોરમ (TPF) નું સંચાલન અને પ્રાદેશિક ભાગીદારો સાથે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ્સ (TIFA) હેઠળ પ્રવૃત્તિનું સંકલન શામેલ છે.

US Tariffs પર ભારતના હઠીલા વલણ પર ટ્રમ્પનો યુ-ટર્ન

ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદવાનો ટ્રમ્પનો નિર્ણય રશિયા પર તેલ ખરીદવાના લીધે છે.  તાજેતરમાં સંબંધોમાં અઠવાડિયાના તણાવ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેતો દર્શાવ્યા છે. ટ્રમ્પે બે વાર ભારત સાથેના તેમના દેશના સંબંધોની પ્રશંસા કરી છે. આ સાથે, તેમણે પીએમ મોદીની પણ પ્રશંસા કરી છે અને તેમની સાથેની તેમની જૂની મિત્રતા મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ ટ્રમ્પની ટિપ્પણીઓનો પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

ટ્રમ્પે આ વાત કહી છે

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વેપાર અવરોધો દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ રાખી રહ્યા છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર, વડા પ્રધાન મોદી સાથે વાત કરવા માટે આતુર છું. મને વિશ્વાસ છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે! રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે અને તેઓ આગામી અઠવાડિયામાં તેમના ખૂબ જ સારા મિત્ર મોદી સાથે વાત કરવા આતુર છે.

PM મોદીએ જવાબ આપ્યો

ટ્રમ્પની પોસ્ટનો જવાબ આપતા, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને કુદરતી ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે અમારી વેપાર વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારીની અપાર સંભાવનાઓને બહાર કાઢવાનો માર્ગ મોકળો કરશે. અમારી ટીમો આ ચર્ચાઓ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આતુર છું. અમે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.

આ પણ વાંચો:  PM Modi Bihar visit: બિહારમાં મોદી ગર્જયા, ઘૂસણખોરો સામે કરીશું કડક કાર્યવાહી

Tags :
Bilateral Trade AgreementBrendan LynchDonald TrumpGujarat FirstIndia-US Trade DealNarendra ModiRussian oilTrump tariffs
Next Article