BangladeshViolence : ભાજપના નેતાનો દાવો..બાંગ્લાદેશી હિન્દુઓ.....
- બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ભાજપના નેતાનો મોટો દાવો
- 1 કરોડથી વધુ બાંગ્લાદેશી ભારતીયો ભારત આવી રહ્યા છે
- શરણાર્થીઓને CAA ભારતીય નાગરીકતા આવી જોઇએ
BangladeshViolence : બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા (BangladeshViolence) વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ પણ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે 1 કરોડથી વધુ હિન્દુઓ પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે. તેમણે આ અંગે કેન્દ્રને જાણ કરવાની પણ અપીલ કરી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. .
એક કરોડથી વધુ બાંગ્લાદેશી ભારતીયો ભારત આવી રહ્યા છે
મીડિયા અહેવાલો અનુસાર, અધિકારીએ સોમવારે કહ્યું કે એક કરોડથી વધુ બાંગ્લાદેશી ભારતીયો ભારત આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓની હત્યા થઈ રહી છે. રંગપુર કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી. સિરસાગંજમાં 13 પોલીસકર્મીઓ માર્યા ગયા, જેમાંથી 9 હિંદુ હતા. હવે તૈયાર થઈ જાઓ, કારણ કે 1 કરોડ બાંગ્લાદેશી હિન્દુઓ બંગાળ આવી રહ્યા છે.
આ પણ વાંચો----Bangladesh માં જેલમાંથી ભાગ્યા આતંકી..ભારત એલર્ટ...
West Bengal: "You should be prepared as, within a few days, one crore Hindu refugees are expected to arrive in West Bengal...I will urge the Chief Minister and Governor of West Bengal to speak with the Government of India, as the CAA states that our country will provide refuge to… pic.twitter.com/ODnTs1m6xI
— IANS (@ians_india) August 5, 2024
મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનંદ બોઝને આ સંદર્ભે કેન્દ્ર સાથે વાત કરવાની અપીલ કરી
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનંદ બોઝને આ સંદર્ભે કેન્દ્ર સાથે વાત કરવાની અપીલ કરી છે.
તે શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતીય નાગરિકતા આપવી જોઈએ
અધિકારીએ કહ્યું કે તે શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતીય નાગરિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું, “બાંગ્લાદેશમાં હિંદુઓનો નરસંહાર થઈ રહ્યો છે. જો આગામી થોડા દિવસોમાં બાંગ્લાદેશની સ્થિતિને કાબૂમાં નહીં લાવવામાં આવે તો બંગાળની જનતાએ 1947 કે 1971ના મુક્તિ યુદ્ધની જેમ એક કરોડથી વધુ શરણાર્થીઓને સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.
વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં ક્વોટાનો વિરોધ કરી રહ્યા છે
બાંગ્લાદેશમાં કેટલાંક અઠવાડિયાથી હિંસા ચાલી રહી છે. દેશમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં ક્વોટાનો વિરોધ કરી રહ્યા છે. હસીનાના રાજીનામા અને તેમના દેશ છોડવાના સમાચાર બહાર આવતાની સાથે જ સોમવારે જ હજારો વિરોધીઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પણ તોડી નાખી હતી.
આ પણ વાંચો----Bangladesh માં બદલાયેલી પરિસ્થિતિની ભારત પર શું અસર પડી શકે છે?