Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US-Iran યુદ્ધના કાઉન્ટડાઉન વચ્ચે ભારત આવવા માંગે છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ!

Donald Trump India Visit: અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની વધતી શક્યતાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે પુષ્ટિ કરી છે કે પીએમ મોદીના આમંત્રણ પર ટ્રમ્પ ભારત આવવા ઉત્સુક છે. આ મુલાકાત ભારત-યુએસ ટ્રેડ ડીલ અને પેક્સ સિલિકા ડિક્લેરેશન બાદ બંને દેશોના રણનીતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.
us iran યુદ્ધના કાઉન્ટડાઉન વચ્ચે ભારત આવવા માંગે છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ
Advertisement

. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ (US-Iran War) ની આહટ
. ટ્રમ્પ (Trump) ને જલ્દીથી ભારત આવવાની ઈચ્છા
. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એ આપી જાણકારી

Donald Trump India Visit: US-Iran વચ્ચે યુદ્ધ (War) ની આહટ વચ્ચે આખી દુનિયામાં એક ડર છવાય ગયો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જલ્દી ભારત આવવા માંગે છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ખુદ આ વાતની જાણકારી આપી છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) પહેલા જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપી ચુક્યા છે.

Advertisement

ભારત - અમેરિકા ટ્રેડ ડીલ (India-US Tread Deal) બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકા હાલ ઈરાન સાથે રણનીતિક-કૂટનીતિક મામલાઓમાં ગૂંચવાયેલું છે. તો ગ્રીનલેન્ડ (Greenland) ના મામલે પણ યુરોપિયન યુનિયન (European Union) સાથે અમેરિકાનો તણાવ ચાલી રહ્યો છે. તેવામાં ટ્રમ્પ ભારતની મુલાકાત દરમિયાન કંઈક વધુ મોટા વ્યાપારીક કરાક કરીને સૌને ચોંકાવી શકે છે.

Advertisement

આ પણ વાંચો: Gangster Imperialism: ટ્રમ્પ અમેરિકાના 'કિમ જોંગ ઉન'? ગલીના ગુંડાઓ જેવી વૈશ્વિક નેતાઓની ભાષા!

અમેરિકાના રાજદૂતે શું જણાવ્યું?

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gore) શુક્રવારે કહ્યુ કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો જલ્દી ભારત આવે તેવી શક્યતા છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને કહ્યુ કે રુબિયોની મુલાકાત ક્વાડની સાથે સાથે અન્ય પહેલોનો પણ ભાગ હશે. તેમણે કહ્યુ કે યાત્રાનો ઉદેશ્ય માત્ર અમેરિકા-ભારતના દ્વિપક્ષીય હિતોને આગળ વધારવાનો નથી, પણ તેની સાથે જ જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ઈન્ડો-પેસિફિક સહયોગની વ્યાપક રુપરેખાને પણ આગળ વધારવાનો છે.

AI Impact Summit પર શું બોલ્યા સર્જિયો ગોર (Sergio Gore) ?

ઈન્ડિયા AI Impact Summit ના પ્રારંભિક સેશનમાંથી પાછા ફરેલા સર્જિયો ગોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે આ ઘણી અસરદાર સમિટ રહી છે. આપણાં બંને દેશોની વચ્ચે ઘણાં સારા અવસરો છે. આપણે જોડાવા ઉત્સુક છીએ. સર્જિયો ગોરે સિવાય અમેરિકાના ઈકોનોમિક અફેર્સના અંડર સેક્રેટરી જેકબ હેલબર્ગ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજીના સેક્રેટરી એસ. કૃષ્ણન, પણ ત્યારે હાજર હતા કે જ્યારે ભારતે પેક્સ સિલિકા ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા અને તેને એક્સચેન્જ કર્યું.

આ પણ વાંચો: Board of Peace ની બેઠકમાં ટ્રમ્પ ઉંઘી ગયા!: જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×