ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસના માધ્યમથી જાણ કરી કે, પ્રત્યેક ખેડૂતને 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
07:35 PM Nov 05, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસના માધ્યમથી જાણ કરી કે, પ્રત્યેક ખેડૂતને 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

Gandhinagar : ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસના માધ્યમથી જાણ કરી કે, પ્રત્યેક ખેડૂતને 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, "ખેડૂતોને SMS પદ્ધતિથી જાણ કરવામાં આવશે અને તેઓને સબ-સેન્ટરો પર આવવાનું રહેશે." આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કર્યા પછી લેવાયો છે. "કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25 ટકા લેખે ખરીદી થાય છે," એમ તેમણે સ્પષ્ટ કર્યું.

આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધ્યું હોવાથી ખેડૂતોમાં રજિસ્ટ્રેશનમાં પણ વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે સાડા ત્રણ લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન હતું, જ્યારે આ વર્ષે સાડા 9 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. આ નિર્ણયથી માવઠા પીડિત 42 લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળશે, જેમાં SDRF-NDRF ફંડ સાથે વધારાના રાજ્ય ફંડનો પણ સમાવેશ થશે.

આ નિર્ણય કોંગ્રેસના અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી જેવા નેતાઓની માંગો પછી આવ્યો છે, જેમાં દેવા માફી અને વળતરની વાત કરવામાં આવી હતી. કૃષિ મંત્રીએ ખેડૂતોને અપીલ કરી કે તેઓ રજિસ્ટ્રેશન કરાવીને લાભ લે અને સરકારના પગલાંનો ફાયદો ઉઠાવે છે. આગામી દિવસોમાં ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે.

આ પણ વાંચો- સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની આક્રોશ રેલી – શક્તિસિંહનો સરકારને ખુલ્લો પડકાર; સરકાર ખેડૂતોના દેવા માફ કરે

Tags :
125 maund groundnutAgriculture Minister Jitu VaghaniGroundnut purchaseMavathu lossNovember 9 purchasesoybean uradSupport Price
Next Article