Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમની વિગત
- Amit Shah Gujarat Visit : અમદાવાદમાં અમિતભાઈ શાહની આગેવાનીમાં બેઠક
- ગાંધીનગરમાં અમિતભાઈની આગેવાનીમાં રાજભાષા સંમેલન
- પોતાના મત વિસ્તારની સમસ્યાને લઈને કરશે મોટી બેઠક
Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં અમદાવાદમાં અમિતભાઈ શાહની આગેવાનીમાં બેઠક યોજાશે. તેમજ પોતાના મત વિસ્તારની સમસ્યાને લઈ મોટી બેઠક કરશે. તથા ગાંધીનગર, બાવળા, સાણંદમાં પાણી ભરાવા મુદ્દે બેઠક થશે. તેમજ ગટર, વરસાદી પાણી ભરાવાને લઈ મહત્વની બેઠક કરશે. તથા ગાંધીનગરમાં અમિતભાઈની આગેવાનીમાં રાજભાષા સંમેલન યોજાશે.
અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર પૂર્ણ થતાની સાથે જ રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણની અટકળો જોર પકડી રહી છે. કારણ એ છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક કાર્યક્રમ મુજબ, અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જ્યારે 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવશે. ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે અમિત શાહ ગુજરાત મુલાકાતે છે.
Amit Shah Gujarat Visit : નારણપુરામાં રૂ. 825 કરોડના ખર્ચે બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ
અમદાવાદના નારણપુરામાં 21 એકર વિસ્તારમાં રૂ. 825 કરોડના ખર્ચે બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે. ખાસ વાત એ છે કે, આ કોમ્પ્લેક્સનું શિલાન્યાસ પણ મે 2022માં તેમના જ હસ્તે કરાયું હતું. આ અદ્યતન કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ભવિષ્યમાં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બને તે માટે પણ આ સુવિધાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ અહીં યોજાનાર છે.
આ પણ વાંચો: Ahmedabad: વિરાટનગરમાં બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાં મળી આવ્યો મૃતદેહ