ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah Gujarat Visit: ગાંધીનગરમાં ‘સાંસદ ખેલ મહોત્સવ 2025’ ના સમાપન સમારોહમાં અમિતભાઈ શાહની ઉપસ્થિતિ

08:04 AM Dec 05, 2025 IST | SANJAY
Amitshah_Gujarat_First main

Amit Shah Gujarat Visit: બિહાર ચૂંટણીમાં મળેલી ભવ્ય સફળતા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત માત્ર રાજકીય નથી, પરંતુ સામાન્ય જનતા માટે મનોરંજન, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ લઈને આવી રહી છે.

આજે 5મી ડિસેમ્બરથી શરૂ થતી આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં પણ વિકાસની અનેક ભેટ આપશે. તેઓ અહીં રૂ. 2395.77 કરોડના ખર્ચે થનારા 68 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સંયુક્ત રીતે, આ પ્રવાસમાં રૂ. 3000 કરોડથી વધુના વિકાસના કામો ગુજરાતને સમર્પિત કરવામાં આવશે.

 

 

 

 

\\\'મોદીના નેતૃત્વમાં, ભારત વૈશ્વિક રમતગમત ઇકોસિસ્ટમમાં એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે\\\'

December 5, 2025 7:35 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર માં ‘સાંસદ ખેલ મહોત્સવ 2025’ ના સમાપન સમારોહમાં હાજરી આપી હતી, જેમાં તેમણે કહ્યું કે, મોદીના નેતૃત્વમાં, ભારત વૈશ્વિક રમતગમત ઇકોસિસ્ટમમાં એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

સ્વદેશી એ આત્મનિર્ભરતાની ચાવી છે : અમિતભાઈ શાહ

December 5, 2025 5:23 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું કે, 'સ્વદેશી એ આત્મનિર્ભરતાની ચાવી છે, જેને મોદી સરકાર સતત પ્રોત્સાહન આપી રહી છે. આજે, અમદાવાદ, ગુજરાત ખાતે, મેં સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશોત્સવ-2025નું ઉદ્ઘાટન કર્યું. તેમણે લખ્યું કે, 'સ્વદેશી જાગરણ મંચ એક એવી સંસ્થા છે જે વર્ષોથી આર્થિક સ્વનિર્ભરતા, સ્વદેશી ઉદ્યોગો અને સ્થાનિક રોજગારના રક્ષણ માટે ઝુંબેશ ચલાવી રહી છે. આ સ્વદેશી મેળા દ્વારા, જનતા ખાદી, હાથવણાટ, પરંપરાગત હસ્તકલા, આદિવાસી ઉત્પાદનો અને સ્ટાર્ટઅપ્સ સહિત ભારતની વિવિધતા અને સમૃદ્ધિને પ્રત્યક્ષ જોઈ શકશે.'

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશોત્સવ 2025’નો શુભારંભ

December 5, 2025 5:20 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત ‘સ્વદેશોત્સવ 2025’નો શુભારંભ થયો. સ્વદેશોત્સવ અંતર્ગત સ્ટાર્ટઅપ, સ્વદેશી, સાયબર સિક્યોરિટી અવેરનેસ, માતૃશક્તિ, આયુર્વેદ, પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર સેમિનાર યોજાશે, જે થકી રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા આ વિષયો અંગે જનજાગૃતિ વધશે.

ડેરી ક્ષેત્રની સર્ક્યુલર ઇકોનોમી માટે ગુજરાત રોલ મોડલ બન્યું

December 5, 2025 3:55 pm

બનાસકાંઠા અને પંચમહાલમાં ચાલતા પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા છે, જેના આધારે ભવિષ્યમાં આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ થશે. ડેરી ક્ષેત્રની સર્ક્યુલર ઇકોનોમી માટે ગુજરાત રોલ મોડલ બન્યું છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીનાં પ્રયાસો વધતા, દેશમાં હાલ 49 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી ચૂક્યા છે, અને અમૂલની 40 ઓર્ગેનિક પ્રોડક્ટ ઓનલાઈન ઉપલબ્ધ છે.

દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી: અમિતભાઇ શાહ

December 5, 2025 3:55 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ કહ્યું કે, આજની અર્થ સમિટ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ ધરાવે છે. કૃષિ, પશુપાલન અને સહકાર-દેશના વિકાસના ત્રણ આધારસ્તંભ છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ વિભાગોના બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો છે. દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી. ટેક્નોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકશે નહીં; સહકાર સારથી ડિજિટલ પારદર્શિતા અને ઓછા ખર્ચે સેવા ઉપલબ્ધ કરાવશે.

સહકાર સારથી એપનું લોકાર્પણ

December 5, 2025 3:55 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇના હસ્તે સહકાર બેંકિંગ નેટવર્કને મજબૂત બનાવતી ડિજિટલ સેવા સહકાર સારથી એપનું લોકાર્પણ થયું, જેનાથી ગ્રામીણ બેંકો, અર્બન કો-ઓપરેટિવ બેંકો અને જિલ્લા-રાજ્ય સહકારી બેંકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. સમિટમાં એક સાથે 13 નવી સેવાઓનો પ્રારંભ પણ કરવામાં આવ્યો.

આઝાદીના 100 વર્ષમાં ભારતને દરેક ક્ષેત્રે પ્રથમ સ્થાને લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

December 5, 2025 3:01 pm

ગાંધીનગર ખાતે નાબાર્ડ (NABARD) દ્વારા આયોજિત અર્થ સમિટ 2025 માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે સંબોધન કર્યું હતું. તેમણે આ સમિટને આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષના ભાગરૂપે દેશભરની અર્થ સમિટનો એક મહત્વનો હિસ્સો ગણાવી હતી. અમિતભાઇ શાહે જણાવ્યું કે, સહકાર ક્ષેત્રને પારદર્શી બનાવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે સ્વીકાર્યું હતું કે, સહકાર ક્ષેત્ર સામે ખર્ચનો મોટો પડકાર હતો, પરંતુ આ સમિટ તેના માટે ઘણી ફાયદાકારક સાબિત થશે. તેમણે આઝાદીના 100 વર્ષમાં ભારતને દરેક ક્ષેત્રે પ્રથમ સ્થાને લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સહકાર ક્ષેત્રને પારદર્શી બનાવવાનું મુખ્ય લક્ષ્ય

December 5, 2025 3:00 pm

NABARD દ્વારા આયોજિત અર્થ સમિટ 2025 માં અમિતભાઇ શાહનું સંબોધન

December 5, 2025 1:58 pm

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સંબોધનમાં કહ્યું કે, નાબાર્ડ દ્વારા બનાવવામાં આવેલી "સહકાર સારથી" પહેલ સહકારી બેંકો અને નાણાકીય સંસ્થાઓને વધુ ટેક-સેવી બનાવશે.

PM મોદીજીએ ગાંધીજીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતને પુનર્જીવિત કર્યો : અમિતભાઈ શાહ

December 5, 2025 1:58 pm

EARTH Summit 2025ના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સંબોધનમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીજીએ ગાંધીજીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતને પુનર્જીવિત કર્યો છે અને તેને વાસ્તવિકતા બનાવી છે.

ગાંધીનગર સર્કીટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરી બેઠક

December 5, 2025 1:58 pm

Gandhinagar : ગાંધીનગર સર્કીટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બેઠક કરી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાથે આ બેઠક કરી છે. અમદાવાદના કાર્યક્રમ બાદ અમિતભાઈ મહાત્મા મંદિર જવાના હતા.

7 ડિસેમ્બર : અમદાવાદીઓને મળશે વિકાસભેટ

December 5, 2025 1:51 pm

પ્રવાસના અંતિમ દિવસે અમિતભાઇ શાહ અમદાવાદ શહેરમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જેમાં શહેરની વિવિધ જગ્યાઓ પર વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાંથી મુખ્ય આ પ્રમાણે છે. - સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ - નવીન વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ - નવા વાડજમાં 350 EWS આવાસનું લોકાર્પણ - ગોતામાં મોટા પાયે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ - થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ - સરખેજ અને બોડકદેવ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન

અર્થ સમિટ 2025ના કાર્યક્રમમાં અમિતભાઈ શાહ હાજર રહ્યાં

December 5, 2025 1:17 pm

અર્થ સમિટ 2025ના કાર્યક્રમમાં અમિતભાઈ શાહ હાજર રહ્યાં છે. જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. નાબાર્ડ દ્વારા અર્થ સમિટનું આયોજન કરાયું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના ભાગ રૂપે કાર્યક્રમનું આયોજન થયુ છે. તેમજ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના આગેવાનોની પણ ઉપસ્થિતિ છે.

ગાંધીનગર સર્કીટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કરી બેઠક

December 5, 2025 1:17 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે, અમદાવાદના કાર્યક્રમ બાદ જવાના હતા મહાત્મા મંદિર, જો કે છેલ્લીઘડીએ ફેરફાર કરીને અમિતભાઇ શાહ સર્કીટ હાઉસ આવ્યા હતા.

Gandhinagar માં ગૃહમંત્રી અમિતભાઇ શાહની જનસભા

December 5, 2025 1:09 pm

અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ

December 5, 2025 12:47 pm

ગાંધીનગર સેક્ટર-22 ખાતે નવનિર્મિત ગાર્ડન અને યોગ સ્ટુડિયોનું લોકાર્પણ પણ કરશે. આ સુવિધાઓ શહેરીજનોને સ્વાસ્થ્ય અને મનોરંજન માટે ઉપયોગી બનશે. ઉપરાંત સેક્ટર-27 સ્થિત ડીએસપી ઓફિસ ખાતે તૈયાર કરાયેલા ગાર્ડન, તળાવ સહિતના કરોડો રૂપિયાના અન્ય વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે. જે બાદ આદરજ મોટી ખાતે સાબરમતી ગેસ PNG પાઇપ લાઇન ગેસ લોકાપર્ણ, PHC સેન્ટર તેમજ સર્વ શિક્ષા અભિયાન હસ્તકની પ્રાયમરી સ્કૂલનું પણ ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે થવાનું છે. ત્યારબાદ તેઓ સાંજના અમદાવાદ નારણપુરા ખાતે યોજાનાર કાર્યકમમાં હાજરી આપશે.

અમિત શાહ મહાત્મા મંદિર ખાતે આયોજિત અર્થ ડે સમિટનું ઉદ્ઘાટન કરશે

December 5, 2025 12:45 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહાત્મા મંદિર ખાતે આયોજિત અર્થ ડે સમિટનું ઉદ્ઘાટન કરશે. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં તેઓ લગભગ એક કલાક જેટલો સમય હાજરી આપીને ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ ​સમિટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર શહેરના નાગરિકો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જેમાં મુખ્યત્વે શહેરના ટ્રાફિકને હળવો કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા ખ-6 ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે.

ગાંધીનગર મતવિસ્તારમાં કાર્યક્રમો

December 5, 2025 11:46 am

અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં પણ વિકાસની અનેક ભેટ આપશે. તેઓ અહીં રૂ. 2395.77 કરોડના ખર્ચે થનારા 68 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સંયુક્ત રીતે, આ પ્રવાસમાં રૂ. 3000 કરોડથી વધુના વિકાસના કામો ગુજરાતને સમર્પિત કરવામાં આવશે.

અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમો

December 5, 2025 11:46 am

અમિત શાહ અમદાવાદમાં રૂપિયા 618.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ શહેરના સુપ્રસિદ્ધ વસ્ત્રાપુર તળાવ, બોપલના ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન અને મેમનગર પાર્ટી પ્લોટ સહિતના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન, અમિત શાહના હસ્તે બે આવાસ યોજનાના મકાનોના ડ્રો પણ કરવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને ઘરનું સ્વપ્ન સાકાર થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શોપિંગ ફેસ્ટિવલનો કરાવશે પ્રારંભ

December 5, 2025 11:28 am

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26’નો ભવ્ય પ્રારંભ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજ રોજ અમદાવાદના સિંધુભવન રોડ પાસે આવેલા મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસેના પ્લોટ ખાતેથી થશે. આ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે. આ અવસરે ભવ્ય આતશબાજી અને બલૂન પણ ઉડાડવામાં આવશે, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે

December 5, 2025 10:05 am

કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે

December 5, 2025 8:59 am

કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે. તથા નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે અને નવા વાડજમાાં 350 EWS આવાસનું લોકાર્પણ કરશે. સાથે જ ગોતામાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન થશે. તેમજ BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ભાગ લેશે.

6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ

December 5, 2025 8:59 am

6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તેમજ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તથા બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે. તેમજ 7 ડિસેમ્બરના રોજ અમદાવાદીઓને પણ વિકાસ ભેટ આપશે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં વિવિધ લોકાર્પણ કરશે. તથા થલતેજમાં 861 EWS આવાસનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે. સરખેજ અને બોડકદેવમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. તથા ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે.

વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ લોકો સાથે સંવાદ કરશે

December 5, 2025 8:10 am

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા 5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. તેમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં કાર્યક્રમો યોજાશે. 5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહ તથા વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ લોકો સાથે સંવાદ કરશે.

અમિતભાઇ શાહના આજના કાર્યક્રમની જાણો વિગત

December 5, 2025 8:10 am

જાણો અમિતભાઇ શાહનો આજનો કાર્યક્રમ 1. સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશોત્સવનો ઉદ્ઘાટન સમારોહ. સવારે 10.30 કલાકે - જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ 2.આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે નાબાર્ડ દ્વારા આયોજિત અર્થ સમિટ 2025નો સમાપન સમારોહ બપોરે 12 કલાકે, મહાત્મા ગાંધી કન્વેશન સેન્ટર, ગાંધીનગર 3. ગાંધીનગરના લોકસભામાં તળાવોના ઈન્ટલીંકીંગ પ્રોજેક્ટ અન્વયે મુખ્ય સચીવ, સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બપોરે 2.30 કલાકે, સર્કિટ હાઉસ, ગાંધીનગર 4. ગાંધીનગર મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચા અને યોગ સ્ટુડિયોનું ઉદ્ધાટન બપોરે 3.30 કલાકે, સેક્ટર 22 , ગાંધીનગર 5. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચાનું ઉદ્ધાટન બપોરે 4 કલાકે, ગાંધીનગર સેક્ટર 27 6. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા LC-11 ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ અને તેની નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન સાંજે 4.15 કલાકે, ખ 6 સર્કલ રોડ નંબર 6, ગાંધીનગર 7. સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા આદરજ મોટી, સોનીપુર અને જલુંદ ખાતે શરૂ કરવામાં આવનાર પીએનજી ગેસ લાઈનનું ઉદ્ધાટન સાંજે 4.30 કલાકે, આદરજ મોટી, ગાંધીનગર 8. આરોગ્ય વિભાગ દ્રારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધાટન સાંજે 4.45 કલાકે, આદરજ મોટી, ગાંધીનગર 9. સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવીનીકૃત પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાનું ઉદ્ધાટન સાંજે 5 કલાકે, પ્રાથમિક શાળા, આદરજ મોટી, ગાંધીનગર 10. સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ સાંજે 5.30 કલાકે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નારણપુરા, અમદાવાદ 11. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ઉદ્ધાટન સમારોહ સાંજે 6.30 કલાકે, મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસે, સિંધુભવન રોડ, અમદાવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

December 5, 2025 8:04 am

બિહાર ચૂંટણીમાં મળેલી ભવ્ય સફળતા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત માત્ર રાજકીય નથી, પરંતુ સામાન્ય જનતા માટે મનોરંજન, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ લઈને આવી રહી છે. આજે 5મી ડિસેમ્બરથી શરૂ થતી આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Next Article