Amit Shah In Gujarat : અમિત શાહે 117 કરોડના ખર્ચે નિર્મિત પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું કર્યુ ઉદ્ઘાટન
Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 ફીટ રિંગ રોડ પર નિર્માણ પામેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ છે. આ બ્રિજ દરરોજ લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે, જેનાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે. આ ઉપરાંત અમિત શાહે AMCના 1,593 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યુ. AMCમાં 700થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કર્યા. પલ્લવ ચાર રસ્તા ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ પ્રધાન આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નળ સરોવર ખાતેથી શરુ થયેલ તિરંગા યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે હાથમાં તિરંગા સાથે ઓપરેશન સીંદૂરના જવાનોની બહાદુરીની બિરદાવી છે.
ગોઝારિયા સ્થિત શ્રીમતી એસ સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યુ છે.
જેમાં સૌ પ્રથમ તેઓ સોલા ખાતે 'વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા' મહાસંમેલનમાં સહભાગી થયા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે, જેની શરૂઆત ગુજરાતથી સહકારી આંદોલનને પુનર્જન્મ આપવા માટે થઈ છે. દિલ્હીમાં પણ સહકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સહકારીતાને મજબૂત કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યા છે. વર્ષ 2021થી 2025 સુધી સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે, પરંતુ આ પરિવર્તન નીચલા સ્તર સુધી પહોંચે તે આવશ્યક છે. સહકારી સંસ્થાઓને આગળ લાવવા માટે જનજાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે, જેથી સમાજના દરેક વર્ગ સુધી સહકારીતાના લાભો પહોંચી શકે અને આ આંદોલન વધુ સશક્ત બને.
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 રિંગ રોડ પર નિર્માણ પામેલા ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજ દરરોજ લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે, જેનાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે.
અમિત શાહે AMCના 1,593 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યુ
May 18, 2025 6:24 pm
અમિત શાહે AMCના 1,593 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યુ. AMCમાં 700થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કર્યા.
Amit Shah In Gujarat : અમિત શાહે 117 કરોડના ખર્ચે નિર્મિત પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું કર્યુ ઉદ્ઘાટન
May 18, 2025 6:17 pm
આજે અમિત શાહે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 ફીટ રિંગ રોડ પર નિર્માણ પામેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ છે. આ બ્રિજ દરરોજ લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે, જેનાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે.
Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તિરંગા યાત્રામાં પહોંચ્યા
May 18, 2025 4:31 pm
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નળ સરોવર ખાતેથી શરુ થયેલ તિરંગા યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે હાથમાં તિરંગા સાથે ઓપરેશન સીંદૂરના જવાનોની બહાદુરીની બિરદાવી છે.
દેશના નરબંકાઓને સલામ Tiranga Yatra માં કેન્દ્રીય ગૃહમંત્રી Amitbhai Shah LIVE https://t.co/eiaLNqF0ZZ
— Gujarat First (@GujaratFirst) May 18, 2025
Amit Shah In Gujarat : ગોઝારિયા નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન
May 18, 2025 1:29 pm
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગોઝારિયા સ્થિત શ્રીમતી એસ સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યુ છે.
Amit Shah In Gujarat : સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશનના સૂત્ર સાથે આગળ વધવાનું છે
May 18, 2025 12:30 pm
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોલા ખાતે 'વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા' મહાસંમેલનમાં સહભાગી થયા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે, જેની શરૂઆત ગુજરાતથી સહકારી આંદોલનને પુનર્જન્મ આપવા માટે થઈ છે. દિલ્હીમાં પણ સહકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સહકારીતાને મજબૂત કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યા છે. વર્ષ 2021થી 2025 સુધી સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે, પરંતુ આ પરિવર્તન નીચલા સ્તર સુધી પહોંચે તે આવશ્યક છે. સહકારી સંસ્થાઓને આગળ લાવવા માટે જનજાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે, જેથી સમાજના દરેક વર્ગ સુધી સહકારીતાના લાભો પહોંચી શકે અને આ આંદોલન વધુ સશક્ત બને.
Union Minister Amit Shah Gujarat Visit : સહકારિતાની ભૂમિકાનું મહાસંમેલન | Gujarat First @AmitShah @HMOIndia @CMOGuj #gujarat #ahmedabad #amitshah #bjp #gujaratfirst pic.twitter.com/DPiZl2rBgf
— Gujarat First (@GujaratFirst) May 18, 2025
Amit Shah In Gujarat : વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા મહાસંમેલન
May 18, 2025 11:34 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગૃહ પ્રધાન આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સૌ પ્રથમ તેઓ સોલા ખાતે 'વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા' મહાસંમેલનમાં સહભાગી થયા છે.