પારાદીપમાં ઇફકોના સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટનું Amit Shah ના હસ્તે લોકાર્પણ
- Amit Shah એ પારાદીપમાં IFFCO પ્લાન્ટનું કર્યું લોકાર્પણ!
- ઓડિશાના પારાદીપમાં સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ-III શરૂ
- સલ્ફ્યુરિક એસિડ ક્ષેત્રે ભારત હવે બનશે 'આત્મનિર્ભર'
- મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સહિતના દિગ્ગજો રહ્યા હાજર
- ખાનગીમાંથી સહકારી બનેલા પ્લાન્ટની સફળતાની અનોખી ગાથા
- કૃષિ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ઇફકોનું મોટું કદમ
Amit Shah news : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે (Amit Shah) ઓડિશાના પારાદીપ (Paradip) ખાતે ઇફકો (IFFCO) એકમના નવનિર્મિત સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ-III (Sulphuric Acid Plant-III) નું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સહકારિતા સંમેલનને (Cooperative Conference) સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ સલ્ફ્યુરિક એસિડના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર (Atmanirbhar Bharat) બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.
Amit Shah સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી (Mohan Charan Majhi), કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી (Dilip Sanghani) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ઉમેર્યું કે, સહકારિતાની શક્તિ દ્વારા જ દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકાય છે. ઇફકો પારાદીપમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ રિએક્ટર ફોસ્ફોરિક એસિડ પ્લાન્ટ (Phosphoric Acid Plant) કાર્યરત છે, જે ભારતની ટેકનિકલ ક્ષમતાનું પ્રતીક છે.
इफको इकाई, पारादीप (ओडिशा) में सल्फ्यूरिक एसिड प्लांट- III के लोकार्पण एवं सहकारिता संगोष्ठी के आयोजन के अवसर पर माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी की गरिमामयी उपस्थिति में आज का दिन इफको पारादीप के इतिहास में अत्यंत गौरवपूर्ण रहा। इफको के अध्यक्ष श्री दिलीप… pic.twitter.com/WtqGzK9p9V
— IFFCO (@IFFCO_PR) March 6, 2026
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ નિવેદન આપ્યું હતું
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, આ નવો પ્લાન્ટ ઓડિશાના ઔદ્યોગિક વિકાસને (Industrial Development) વેગ આપશે. ઇફકો દ્વારા વર્ષ 2022માં સ્થાપિત રિવરાઇન જેટી (Riverine Jetty) દ્વારા માલસામાનનું પરિવહન સરળ બન્યું છે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્ટ એક ખાનગી સંયંત્રમાંથી સહકારી સંસ્થા દ્વારા અધિગ્રહણ કરીને વિકસાવવામાં આવ્યો છે, જે સહકારિતાની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ લોકાર્પણથી ખાતર ઉત્પાદન ક્ષમતા વધશે અને કૃષિ ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર થશે.
આ પણ વાંચો : Studio On Wheels : વિશ્વનું પ્રથમ 'રોટલીયા હનુમાન' મંદિર, જાણો શું છે આ અનોખી પરંપરા પાછળનું કારણ?


