અમિત શાહનો બિહાર ચૂંટણી સભામાં હુંકાર, 'સીમાંચલને ઘૂસણખોરોનું કેન્દ્ર નહીં બનવા દઈએ'
Amit Shah Bihar Election Purnia:બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર પૂરજોશમાં
ગૃહમંત્રી અમિત શાહે પૂર્ણિયામાં ચૂંટણી સભા સંબોધી
અમિત શાહે રાહુલ ગાંધી અને તેજસ્વી પર કર્યા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પૂર્ણિયા પહોંચ્યા હતા. અહીંયા જાહેર સભાને સંબોધતા તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સીધું નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવ બિહારના સંવેદનશીલ સીમાંચલ પ્રદેશને ઘૂસણખોરોનું કેન્દ્ર બનાવવા માટે તત્પર છે.
Amit Shah Bihar Election Purnia: ધૂસણખોરોને દેશનિકાલ કરાશે
નોંધનીય છે કે ગૃહમંત્રી અમીત શાહે સ્પષ્ટ શબ્દોમાં આશ્વાસન આપ્યું હતું કે, "કેન્દ્ર સરકાર દરેક ગેરકાયદેસર ઇમિગ્રન્ટને ઓળખશે, તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરશે અને તેમને દેશનિકાલ કરશે. અમે દરેક ગેરકાયદેસર ઇમિગ્રન્ટને શોધીશું અને ઓળખીશું, તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરીશું અને તેમને તેમના દેશમાં મોકલીશું."પૂર્ણિયામાં યોજાયેલી આ ચૂંટણી રેલીને સંબોધતા શાહે દાવો કર્યો હતો કે 243 સભ્યોની વિધાનસભામાં એનડીએ ગઠબંધન 160 થી વધુ બેઠકો જીતીને બિહારમાં ફરી સરકાર બનાવશે. તેમણે ૬ નવેમ્બરના રોજ થયેલા પ્રથમ તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "અડધા રાજ્યએ તો કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને પહેલાથી જ બહાર કાઢી નાખ્યું છે, અને બાકીના તબક્કામાં પણ NDAને જનતાનો ભરપૂર સાથ મળશે."
Amit Shah Bihar Election Purnia: મોદી સરકાર આતંકવાદનો કરે છે સફાયો
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, અગાઉ સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને લાલુ યાદવની સરકાર દરમિયાન આતંકવાદીઓ મુક્તપણે કાશ્મીરમાં ઘૂસીને હુમલા કરતા હતા અને ભાગી જતા હતા. જોકે, મોદી સરકારની આક્રમક નીતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "મોદીના કાર્યકાળ દરમિયાન જ્યારે તેમણે ઉરી પર હુમલો કર્યો ત્યારે અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જ્યારે તેમણે પુલવામા પર હુમલો કર્યો, ત્યારે અમે હવાઈ હુમલો કર્યો હતો. અને જ્યારે તેમણે પહેલગામમાં અમારા યાત્રાળુઓને મારી નાખ્યા, ત્યારે અમે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કર્યા હતા."
ગૃહમંત્રીએ અંતે સુરક્ષાને લઈને મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મોદી સરકારે બિહારમાં એક સંરક્ષણ કોરિડોર બનાવવાની ખાતરી આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "હું તમને ખાતરી આપું છું કે જો ભવિષ્યમાં આતંકવાદીઓ કોઈ પણ કાર્યવાહી કરશે, તો તેમની ગોળીઓનો જવાબ ગોળાથી આપવામાં આવશે."
આ પણ વાંચો: OP PIMPLE : કુપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા