દિલ્હી બ્લાસ્ટ અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહનું મોટું નિવેદન, I20 કારમાં બ્લાસ્ટ, NIA-NSG કરશે તપાસ
- Amit Shah Statement Delhi Blast :બ્લાસ્ટ અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહનું નિવેદન
- આઈ-20 કારમાં બ્લાસ્ટમાં થયોઃ અમિતભાઈ શાહ
- 'NIA, NSG, પોલીસ સહિત એજન્સીઓ દ્વારા તપાસ'
- તમામ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરાશેઃ ગૃહમંત્રી
- ઘટના સ્થળની મુલાકાત લેશે ગૃહમંત્રી અમિતભાઈ શાહ
- હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત પણ કરશે
દિલ્હીના લાલ કિલ્લા (Delhi blast) મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Amit Shah Statement Delhi Blast )તાત્કાલિક નિવેદન જારી કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે વિસ્ફોટ સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી હ્યુન્ડાઇ I-20 કારમાં થયો હતો. તેમણે આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા છે અને કેટલાક વાહનોને નુકસાન થયું છે, જ્યારે પ્રાથમિક અહેવાલો મુજબ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
તપાસના અપાયા આદેશ
ગૃહમંત્રીએ જણાવ્યું કે વિસ્ફોટની માહિતી મળ્યાના માત્ર 10 મિનિટની અંદર જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપતા જણાવ્યું કે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી), NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમો દ્વારા સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે દિલ્હીના પોલીસ કમિશનર (CP) અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી સાથે પણ વાતચીત કરી હતી, જેઓ હાલમાં ઘટનાસ્થળે હાજર છે.
Amit Shah Statement Delhi Blast: ગૃહમંત્રીની મુલાકાત અને તપાસની દિશા
ગૃહમંત્રી અમિતભાઇ શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમે બધી શક્યતાઓ શોધી રહ્યા છીએ અને બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરીશું." તેમણે કહ્યું કે તમામ વિકલ્પોની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને તેના પરિણામો જાહેર કરવામાં આવશે.અમિત શાહે પોતે ટૂંક સમયમાં જ ઘટનાસ્થળની મુલાકાત લેવાની અને ત્યારબાદ હોસ્પિટલમાં જઈને ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય સ્તરે ઉચ્ચતમ ગુપ્તચર એજન્સીઓના વડાઓ સાથે સતત સંપર્ક જાળવીને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ થતા 9 લોકોના મોત,14થી વધુ ઘાયલ