ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah નો ગુજરાત પ્રવાસ : 50,000 ખેડૂતો સાથે રાજકોટમાં મહાસંમેલન

Amit Shah 22 સપ્ટેમ્બરે ગુજરાત આવશે : સુરતમાં ઈસ્કોન મંદિર ભૂમિપૂજન અને રાજકોટમાં ખેડૂત સંમેલન
11:16 PM Sep 18, 2025 IST | Mujahid Tunvar
Amit Shah 22 સપ્ટેમ્બરે ગુજરાત આવશે : સુરતમાં ઈસ્કોન મંદિર ભૂમિપૂજન અને રાજકોટમાં ખેડૂત સંમેલન

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એક વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવશે. સોમવારે, એટલે કે 22 સપ્ટેમ્બરે તેઓ રાજ્ય પ્રવાસે આવશે અને સુરત તથા રાજકોટમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે, જ્યારે રાજકોટમાં 50,000થી વધુ ખેડૂતોના વિશાળ સંમેલનને સંબોધન કરશે. આ પ્રવાસથી રાજ્યના વિકાસ અને રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Amit Shah સુરતમાં ઈસ્કોન મંદિરનું કરશે ભૂમિપૂજન  

પ્રવાસની શરૂઆત સુરતથી થશે, જ્યાં અમિત શાહ કોસમાડા સ્થિત એન્થમ સર્કલ પાસે આવેલા 2.1 એકરમાં 101 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. આ મંદિર પ્રોજેક્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વનું છે, જે ઈસ્કોનના વૈશ્વિક નેટવર્કનો ભાગ બનશે. આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને હજારો ભક્તોની હાજરીની અપેક્ષા છે. આ પ્રોજેક્ટથી સુરતના વિસ્તારને નવી ઓળખ મળશે અને પર્યટનને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો- પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટની રાહત : સરેન્ડર પર એક સપ્તાહની રોક

રાજકોટમાં ખેડૂત સંમેલનમાં Amit Shah 

સુરત પછી અમિત શાહ રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ રાજકોટ જિલ્લા બેન્ક સહિત વિવિધ સંસ્થાઓની સામાન્ય સભામાં ભાગ લેશે. આ સભા સાથે જોડાયેલા ખેડૂત સંમેલનમાં 50,000થી વધુ ખેડૂતો હાજર રહેશે, જે રાજકોટના ખેડૂત વર્ગ માટે મહત્વપૂર્ણ છે. આ સંમેલનની તૈયારીઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાની આગેવાનીમાં તડામાર રીતે ચાલી રહી છે.

જયેશ રાદડિયા, જેઓ સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયના પ્રભાવશાળી નેતા છે, તેમના માટે આ પ્લેટફોર્મ વિરોધી જૂથને સાઈડલાઈન કરવા અને શક્તિ પ્રદર્શન કરવાનો મોટો અવસર તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજકોટમાં આવા વિશાળ સંમેલનનો રેકોર્ડ પહેલા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના નામે છે, જેમાં 1 લાખ ખેડૂતો હાજર થયા હતા. આ સંમેલનમાં કૃષિ વિકાસ, બેન્કિંગ અને સહકારી સંસ્થાઓના મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ પણ વાંચો- Vadodara : કારેલીબાગની સોસાયટીમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, મકાન માલિક ઈજાગ્રસ્ત

Tags :
Amit ShahGujarat NewsISKCONTempleSuratjayeshradadiyaRajkotFarmersConference
Next Article