Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BSF Foundation Day celebrated: દેશના જનપ્રતિનિધિઓ ભારતના નાગરિક ચૂંટશે, ઘૂષણખોર નહીં: Amit Shah

BSF Foundation Day celebrated: કચ્છના ભુજમાં BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી થઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી ત્રિકમભાઈ છાગાની હાજરી સાથે BSFના વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર છે. તથા BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં સામાજિક અગ્રણીઓની હાજરી સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા છે.
bsf foundation day celebrated  દેશના જનપ્રતિનિધિઓ ભારતના નાગરિક ચૂંટશે  ઘૂષણખોર નહીં  amit shah
Advertisement
  • BSF Foundation Day celebrated: કચ્છના ભુજમાં BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ છે
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી થઇ
  • 1971ના યુદ્ધમાં રનવે બનાવનાર વિરાંગનાઓ ઉપસ્થિત રહી

BSF Foundation Day celebrated: કચ્છના ભુજમાં BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી થઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી ત્રિકમભાઈ છાગાની હાજરી સાથે BSFના વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર છે. તથા BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં સામાજિક અગ્રણીઓની હાજરી સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા છે.

1971ના યુદ્ધમાં રનવે બનાવનાર વિરાંગનાઓ ઉપસ્થિત

1971ના યુદ્ધમાં રનવે બનાવનાર વિરાંગનાઓ ઉપસ્થિત છે. ત્યારે અમિતભાઈ શાહે BSFની પરેડની સલામી ઝીલી છે. ખુલ્લી જીપમાં અમિતભાઈ શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું છે. દેશના જાંબાજોને મેડલ આપી સન્માન કરવામા આવ્યું છે.

Advertisement

BSF જ્યા સુધી સીમા પર છે, દુશ્મન નહીં આવી શકે

Advertisement

કાર્યક્રમમાં સંબોધન કરતા અમિતભાઈ શાહે જણાવ્યું છે કે BSF જ્યા સુધી સીમા પર છે, દુશ્મન નહીં આવી શકે. BSFના જવાનો પ્રાણની પરવાહ વિના દેશની રક્ષા કરી છે. દેશની જનતા BSFની વીરતાને સલામ કરે છે. સીમા સુરક્ષા દળના જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. દેશ પર થયેલા આક્રમણનો સામનો કચ્છની જનતાએ કર્યો છે.

BSF Foundation Day celebrated: પહલગામમાં આપણા નાગરિકો પર કાયરતાપૂર્ણ હુમલો

પહલગામમાં આપણા નાગરિકો પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. ઓપરેશન સિંદૂર કરીને દુશ્મનોને જડબાતોડ જવાબ અપાયો છે. દેશમાંથી એક એક ઘુષણખોરને શોધીને બહાર કાઢીશું. દેશના જનપ્રતિનિધિઓ ભારતના નાગરિક ચૂંટશે, ઘૂષણખોર નહીં. SIRની પ્રક્રિયાથી ઘુષણખોરોને બહાર કાઢવામાં આવશે.

આ પણ વાંચો: LIVE: Amit Shah visit to Gujarat: SIRની પ્રક્રિયાથી ઘુષણખોરોને બહાર કાઢવામાં આવશે - અમિત શાહ

Tags :
Advertisement

.

×