Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli: પાન ગલ્લા પર લોહિયાળ જંગ, 3 ભાઈઓએ યુવક પર કર્યો છરીથી હુમલો

અમરેલીના બિનાકા ચોકમાં રવિવારની સાંજ લોહિયાળ સાબિત થઈ હતી. માત્ર એક સામાન્ય બાઈકની ટક્કર અને શાબ્દિક બોલાચાલી કઈ રીતે કોઈના જીવ પર જોખમ બની શકે, તેનો ચોંકાવનારો કિસ્સો અહીં જોવા મળ્યો છે. ત્રણ ભાઈઓની ક્રૂરતા અને યુવકની ગંભીર હાલતના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
amreli  પાન ગલ્લા પર લોહિયાળ જંગ  3 ભાઈઓએ યુવક પર કર્યો છરીથી હુમલો
Advertisement
  • Amreli માં બિનાકા ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક
  • પાનની દુકાને યુવક પર 3 શખ્સોએ કર્યો હિચકારો હુમલો
  • બાઈક ભટકાવવા મુદ્દે થયેલી બોલાચાલીમાં લોહિયાળ જંગ
  • સિરાજ કુરેશી પર 3 સગા ભાઈઓએ છરી વડે હુમલો કર્યો
  • હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
  • અમરેલી સીટી પોલીસે લુખ્ખા તત્વોની શોધખોળ આદરી

Amreli: સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લુખ્ખા તત્વોનો આતંક (Terror of anti-social elements) વધતો જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત એવા બિનાકા ચોક (Binaka Chowk) વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પાન ગલ્લા પાસે ઊભેલા સિરાજ કુરેશી નામના યુવક પર ત્રણ શખ્સોએ ઘાતક હુમલો (Violent Attack) કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Advertisement

સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

Advertisement

મળતી માહિતી મુજબ, આ લોહિયાળ જંગ (Bloody Clash) પાછળનું કારણ અત્યંત સામાન્ય હતું. માત્ર બાઈક ભટકાવવા મુદ્દે થયેલી શાબ્દિક બોલાચાલી ઉગ્ર બની હતી અને જોતજોતામાં ત્રણ સગા ભાઈઓએ ભેગા મળીને સિરાજ કુરેશી પર તીક્ષ્ણ છરીના ઘા ઝીંક્યા હતા. આ સમગ્ર હુમલાની ઘટના (CCTV Footage) નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરોની નિર્દયતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

Amreli_gujarat_first

Amreli: ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ (Amreli Civil Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હુમલો કરનાર ત્રણેય શખ્સો સગા ભાઈઓ છે. હાલમાં અમરેલી સીટી પોલીસે (Amreli City Police) આ મામલે ગુનો નોંધી, ફરાર થયેલા ત્રણેય લુખ્ખા તત્વોની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: નિકોલમાં BMW કાર રિક્ષાના ફુરચા ઉડાવી AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ

Tags :
Advertisement

.

×