Amreli : નાયબ મામલતદારની માતા ઘરે એકલા હતા, અજાણ્યા ઇસમો આવ્યા અને કરી કરપીણ હત્યા
- Amreli ના જશવંતગઢમાં નાયબ મામલતદારની માતાની હત્યા
- નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતાની અજાણ્યા શખ્સોએ કરી હત્યા
- 54 વર્ષીય પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા તે સમયે હત્યા કરી ફરાર થયા
અમરેલીનાં (Amreli) જશવંતગઢમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો છે. નાયબ મામલતદારની માતા જ્યારે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા અને ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા કરી હતી, પછી ફરાર થયા હતા. આ સમગ્ર મામલે અમરેલી રૂરલ પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Ahmedabad Metro Video : શરમજનક ઘટના! મહિલા, યુવતીઓની સામે યુવકે કર્યું હસ્તમૈથુન
ઘરમાં પ્રવેશી ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા માર્યા
માહિતી અનુસાર, અમરેલી જિલ્લાનાં જશવંતગઢમાં (Jashwantgarh) લીમડાવાળી શેરી રાજગોર ફળિયામાં આવેલા મકાનમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયા પરિવાર સાથે રહે છે. દરમિયાન, જ્યારે રાજુ તેરૈયાનાં માતા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો તેમનાં ઘરમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ પ્રભાબેન તેરૈયાનાં ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા કરી હતી અને ફરાર થયા હતા.
આ પણ વાંચો - BZ GROUP Scam : આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 6 કસ્ટડીમાં ધકેલાયા
હત્યા પાછળનું કારણ હાલ અકબંધ
આ મામલે જાણ થતાં અમરેલી રૂરલ પોલીસની (Amreli Rural Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. જો કે, નાયબ મામલતદારની માતાની હત્યા કયાં કારણોસર કરાઈ તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. મૃતક મહિલાનાં પતિ ભાનુભાઇ નિવૃત્ત શિક્ષક છે જ્યારે પુત્ર રાજુભાઈ તેરૈયા અમરેલી નાયબ મામલતદાર છે.
આ પણ વાંચો - Morbi : 'Gun Culture' ની ગેમ! મનોજ પનારા બાદ MLA કાંતિ અમૃતિયા અને લાલજી પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?