Amreli : વાછરડું vs સિંહ; ઊભી પૂંછડીએ ભાગ્યો ગીરનો રાજા, જૂઓ વાયરલ વીડિયો
- Amreli : અમરેલીના સરોવડમાં નાનકડા વાછરડાએ સિંહને ભગાડ્યો, CCTVમાં કેદ
- “ભાગ સિંહ ભાગ” : વાછરડાએ બતાવી હિંમત, વીડિયો વાયરલ
- શિકાર કરવા આવેલા ગીરના સિંહ કેમ ડર્યો હશે? તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જુઓ વાયરલ CCTV
Amreli : ગીરના રાજા સિંહને પણ કોઈ દિવસ વાછરડું ભગાડે એવું તમે ક્યારેય વિચાર્યું છે? પણ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરોવડ ગામે બની એક એવી ઘટના કે જે જોતાં જ લોકો હસી પડે અને વિચારમાં મૂકી દે કે, જંગલના રાજા ક્યારેય કોઈથી ડરતો નથી, તે કેવી રીતે વાછરડાથી ડરીને ઉભી પૂછડીએ ભાગ્યો હશે? જોકે, સત્ય તે છે કે, સિંહ શિકાર કરતી વખતે પોતાને ગંભીર ઈજાઓ ન પહોંચે તેનો પણ ખ્યાલ રાખતા હોય છે, તેથી પોતાની જાતને બચાવવા માટે તેઓ સાવચેત રહે છે.
મોડી રાત્રે ગામમાં શિકારની શોધમાં બે સિંહ ઘૂસી આવ્યા હતા. એક સિંહ ગામના રસ્તા પર ફરતો હતો ત્યાં જ એક નાનકડા ગાયના વાછરડાએ સિંહને જોતા પોતાનો જીવ બચાવવા માટે તેને સિંહ સામે જ દોડ મૂકી હતી. આ વખતે સિંહે અચાનક પોતાની સામે આવતી મોટી વાછરડીને જોઈને પોતાની જાતનો બચાવ કર્યો હતો. તે પછી તેણે શિકાર કરવા માટે ગાય પાછળ દોડ મૂકી હતી.
CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ગીરનો રાજા સિંહ પૂંછડી સીધી કરીને જોરજોરથી ભાગવા લાગ્યો. આમ પોતાનું જીવ બચાવવા માટે હિંમત કરીને વાછરડાએ સીધા સિંહ સામે જ દોડવાનું શરૂ કરી દેતા એક સમયે તો સિંહને પણ પાછું પડવું પડ્યું હતું.
Amreli | વાછરડું પાછળ દોડતાં સિંહ ઉભી પૂંછડીએ ભાગ્યો... | Gujarat First
ગાયના વાછરડાએ સિંહને ભગાડતા સીસીટીવી થયા વાયરલ
સિંહ પાછળ વાછરડું દોડતાં સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો
અમરેલીના જાફરાબાદના સરોવડા ગામે ઘૂસ્યા હતા 2 સિંહ
શિકારની શોધમાં ઘૂસેલા સિંહોને વાછરડાએ હંફાવ્યા
સિંહોને ઊભી… pic.twitter.com/mOQfJ359OL— Gujarat First (@GujaratFirst) December 9, 2025
આ મજેદાર અને હિંમતભર્યો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો રોમાંચક કોમેન્ટ પણ કરી રહ્યા છે. વાછરડા અને સિંહની ઘટનાએ જૂની કહેવત 'હિંમતે મર્દા તો મદદ ખુદા'ને ચરિતાર્થ કરી છે.
આ પણ વાંચો- Ahmedabad: ડુંગળી-લસણ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે વિવાદ, જાણો પછી ગુજરાત હાઈકોર્ટે શું ચૂકાદો આપ્યો!


