Amreli: મીઠાપુર ડુંગરી ગામમાં ફાયર વિભાગ બન્યું દેવદૂત, પૂરના પાણીમાં ફસાયેલા 46 લોકોનું રેસ્ક્યુ
અમરેલીના ધારીના મીઠાપુર ડુંગરી ગામે પૂરની ગંભીર સ્થિતિમાં ફસાયેલા 46 લોકોને ફાયર વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા છે. પાણીના પ્રવાહ વચ્ચે કલાકો સુધી ચાલેલી આ દિલધડક કામગીરીમાં જવાનોએ જીવના જોખમે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
Advertisement
Dhari Mithapur Dungari Rescue: અમરેલી (Amreli) જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આ દરમિયાન ધારી (Dhari) ગીરના મીઠાપુર ડુંગરી (Mithapur Dungari) ગામેથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂરના પાણીમાં ફસાયેલા 46 જેટલા ગ્રામજનોને ફાયર વિભાગના જવાનોએ પોતાની જીવના જોખમે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.

