Amreli : BJP નેતા વિપુલ દુધાત અને DySP વિવાદમાં દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
- Amreli નાં લીલીયામાં ભાજપ નેતા અને DySP વિવાદમાં મોટા સમાચાર
- ભાજપ નેતા વિપુલ દૂધાતના સમર્થનમાં આવ્યા સહકારી નેતા દિલીપ સંઘાણી
- ભાજપ નેતા વિપુલ દુધાતના આક્ષેપ એકદમ સાચા છે : દિલીપ સંઘાણી
- આગામી સમયમાં અમરેલીમાં જઇને ખુદ પોલીસની પોલ ખોલીશ : સંઘાણી
અમરેલીનાં (Amreli) લીલીયામાં BJP નેતા અને DySP વિવાદમાં સહકારી નેતા દિલીપ સંઘાણીની (Dilip Sanghani) પ્રતિક્રિયા સામે આવી છે. દિલીપ સંઘાણી ભાજપ નેતા વિપુલ દૂધાતના (Vipul Dudhat) સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતા વિપુલ દુધાતના આક્ષેપ એકદમ સાચા છે. કોઇ પોલીસ અધિકારી ધમકી આપે ત્યારે ચૂપ નહીં બેસું. આગામી સમયમાં અમરેલીમાં જઇને ખુદ પોલીસની પોલ ખોલીશ.
આ પણ વાંચો - MNREGA Scam : મંત્રી પુત્ર કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ફરિયાદમાં ગંભીર આરોપ
અમરેલીના લીલીયામાં ભાજપ નેતા અને DySP વિવાદમાં મોટા સમાચાર
ભાજપ નેતા વિપુલ દૂધાતના સમર્થનમા આવ્યા સહકારી નેતા દિલીપ સંઘાણી
ભાજપ નેતા વિપુલ દુધાતના આક્ષેપ એકદમ સાચા છેઃ દિલીપ સંઘાણી
ખુલ્લેઆમ દારૂના વેચાણ મુદ્દે વિપુલ દૂધાતે SPને કરી હતી રજૂઆત
અમરેલીના SP એ ભાજપ કાર્યાલય બંધ કરવાની… pic.twitter.com/ZrycsdtYDD— Gujarat First (@GujaratFirst) May 30, 2025
કોઇ પોલીસ અધિકારી ધમકી આપે ત્યારે ચૂપ નહીં બેસું : દિલીપ સંઘાણી
માહિતી અનુસાર, ખુલ્લેઆમ દારૂનાં વેચાણ મુદ્દે ભાજપ નેતા વિપુલ દૂધાતે DySP ને રજૂઆત કરી હતી. ત્યારે અમરેલીનાં (Amreli) DySP એ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ મામલે વિવાદ વધતા હવે સહકારી નેતા દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સમર્થન કરતા કહ્યું કે, ભાજપ નેતા વિપુલ દુધાતના આક્ષેપ એકદમ સાચા છે. કોઇ પોલીસ અધિકારી ધમકી આપે ત્યારે ચૂપ નહીં બેસું. આગામી સમયમાં અમરેલીમાં જઇને ખુદ પોલીસની પોલ ખોલીશ.
આ પણ વાંચો - Operation Sindoor : 'પાકિસ્તાન ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી, 600 ડ્રોન તોડી પડાયા'
ભાજપ નેતા વિપુલ દુધાત-DySP સામસામે!
આ સાથે દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) ગંભીર આરોપ સાથે જણાવ્યું કે, અમરેલીમાં DySP-પોલીસની રહેમરાહે બધી જ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે છે. દારૂ, રેતીની ખનન, સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ ચાલે છે. હું બધી જ વિગતો મેળવીને સમગ્ર બાબત ઊજાગર કરીશ. જણાવી દઈએ કે, ભાજપનાં નેતા અને જિલ્લા પંચાયતનાં ભાજપના સભ્ય વિપુલ દુધાતે (Vipul Dudhat) વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનાં વેચાણ મામલે DySP ને રજૂઆત કરી હતી અને આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા માગ કરી હતી. રજૂઆત બાદ વિપુલ દૂધાતે આક્ષેપ લગાવ્યો હતો કે DySP ચિરાગ દેસાઈએ તેમની વાતને યોગ્ય રીતે ધ્યાનમાં ન લીધી અને દારુબંધીની કડક અમલવારીને લઈને તોછડો જવાબ આપ્યો. ત્યારે સામે DySP (DySP Chirag Desai) એ ભાજપના નેતા વિપુલ દૂધાતના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા હતા.
આ પણ વાંચો - Rajkot: મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 116 કરોડના વિકાસના વિકાસના કામોને લીલીઝંડી