Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli : ચૂંટણીમાં 5 ધારાસભ્યની મહેનત રંગ લાવી, કમળ ખીલતાની સાથે જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ

Amreli વિધાનસભાના ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી કૌશિક વેકરીયા,સાંસદ ભરત સુતરીયા,ધારાસભ્ય જનક તળાવયા,ધારાસભ્ય હીરા સોલંકી,ધારાસભ્ય મહેશ કસવાળા,ધારાસભ્ય જેવી કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ સહીત સંગઠન પ્રભારીઓ દ્વારા પ્રચાર કર્યો હતો ઉપરાંત ટિકિટ કપાયા બાદ કાર્યકરોમા અસંતોષ અને નારાજગી ડેમેજ કંટ્રોલ કરવામા નેતાઓને સફળતા મળી હતી.
amreli   ચૂંટણીમાં 5 ધારાસભ્યની મહેનત રંગ લાવી  કમળ ખીલતાની સાથે જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ
Advertisement
  • Amreli ની સ્થાનિક સ્વારાજયની ચૂંટણીમાં સિનિયર નેતાઓ પ્રચારમાં ના ફરકયા
  • ધારાસભ્યોએ ભેગા મળીને ચૂંટણીનો કર્યો પ્રચાર
  • ધારાસભ્યોએ એકલા હાથે કમળ ખીલાવતા રાજકારણ ગરમાયું
  • ભીતરમાં ભણકારા: શું વિપક્ષને મદદ કરાઈ?
  • અમરેલી કોંગ્રેસમાં જૂથવાદની અસર!

Amreli : વર્ષ 2022 વિધાનસભા (assembely) બાદ ભાજપના (bjp ) ધારાસભ્યો (mla) જ માત્ર સક્રિયતાથી કામગીરી અમરેલી જિલ્લામાં કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં સિનયરો ફરક્યા તો નહીં પરંતુ કેટલાક સિનયર નેતાઓએ વિપક્ષને (oppstion party) મદદ કરી હોવાનો કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે. અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં અનેક સિનયર દિગજ્જ નેતાઓ છે પરંતુ અમરેલી શહેર નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બેઠક પર પ્રવાસમાં કોઈ સિનયર નેતાઓ ફરક્યા તો નહીં પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહીત વિપક્ષને ભરપૂર મદદ કરી હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.

સિનિયર નેતાઓની નિષ્ક્રિયતા!

અમરેલી જિલ્લામા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ભાજપના સિનયર નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડીયા,ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી,પરષોત્તમ રૂપાલા,પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ,પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબાર,પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી સહીત નેતાઓ એક સમયે જિલ્લો ચલાવતા હતા તે નેતાઓ ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમ્યાન સભાઓ ન કરી પ્રચારમાં દેખાયા નહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેર હાજર રહેતા રાજકીય રીતે અનેક સર્ચા શરૂ થઈ છે કેમ નિષ્ક્રિયતા દાખવી ? કેટલીક બેઠક ઉપર ચોક્કસ કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા પાર્ટીને નુકસાન કર્યાનો પણ ગણગણાટ ચાલી રહ્યો છે.આ ચૂંટણી જિલ્લામાં 5 વિધાનસભામાં માત્ર મંત્રી કૌશિક વેકરીયા અને સ્થાનિક ધારાસભ્યો સાથે પ્રભારીની ટિમ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યા સુધી સભાઓ ચાલતી પણ સિનયર નહીં ફરકતા મુદ્દો હાઇકમાન્ડ સુધી પોહ્ચવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.

Advertisement

amreli gujarat first

Advertisement

સિનયર નેતાઓ દ્વારા ક્યા કોને મદદ કરી હતી?

અમરેલી નગરપાલિકામાં ભાજપ માંથી ટિકિટની બાદબાકી થતા જિલ્લામાં સિનયર નેતાઓ દ્વારા અમરેલી નગરપાલિકામાં ચૂંટણી દરમ્યાન પડદા પાછળથી કોંગ્રેસ નેતાઓને મદદ કર્યાની સર્ચા વચ્ચે કાર્યકરોમાં ગણગણાટ ચાલી રહ્યો છે બીજી તરફ વડિયા કુંકાવાવ સાવરકુંડલા લીલીયા અમરેલી પંથકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર આપ પાર્ટીના ઉમેદવારને કેટલાક સિનયર નેતાઓ દ્વારા બંધ બારણે મદદ કર્યાની સર્ચા જોરશોરથી ચાલી રહી છે.

બગસરા તાલુકા પંચાયત પર આપની બનતા સ્થાનિક ભાજપમાં સન્નાટો

બગસરા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે અહીં ભાજપને ફટકો પડ્યો છે અહીં ધારી બગસરા વિધાનસભા ધારાસભ્ય અગાવ જીપીપીના પણ બન્યા હતા હાલ ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા છે ઉપરાંત બગસરા અને વિસાવદર બંને સરહદી બોડર વિસ્તારમાં સરકાર સામે વધુ લોકો મોરચો માંડતા જોવા મળે છે વિપક્ષમા રહી સરકાર સામે આ વિસ્તાર વર્ષોથી કામ કરતો આવ્યો છે ધારાસભ્ય જેવી કાકડિયા સામે પણ નારાજગી હોવાનો કાર્યકરોમાં ગણગણાટ ચાલી રહ્યો છે અગાવથી ભાજપને ઇન્ફોર્મેશન હતી અહીં આપની બેઠકો આવી શકે છે.

2024 લોકસભામાં અમરેલીમાં જૂથવાદ ચરમસીમા પર પોહ્ચ્યો હતો

2024 લોકસભા બેઠકની ચૂંટણીમાં અમરેલી ભાજપ પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાયા બાદ અસંતોષ વ્યક્ત કરી મોરચો માંડી ચાલુ લોકસભા ચૂંટણી સમયે જાહેરમાં મારામારી તું તું મેં મેં સહીત આક્ષેપો સહીત જાહેરમાં ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી સહીત અનેક વિવાદો સર્જાય ચુક્યા છે પ્રભારી મંત્રી હકુભા જાડેજાને જેતે સમયે મામલો શાંત પાડવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી ત્યારથી સિનયર ટિમએ અલગ મોરચો માંડી નિષ્ક્રિયતાથી કામગીરી કરવામાં આવી રહી હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે

સરકાર સુધી સિનયર નેતાઓની માહિતી પોંહચશે!

અમરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિષ્ક્રિયતા અને વિપક્ષ ને મદદ કરનારા નેતાઓની યાદી ગુપ્તચર એજન્સીઓ મારફતે રાજય સરકાર સુધી રિપોર્ટ પોહચી શકે છે.

અહેવાલ - જૈનિક સોજીત્રા

આ પણ વાંચો : Amreli ના વડીયામાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું, દરેક હિલચાલ પર ભાજપની ચાંપતી નજર છે

Tags :
Advertisement

.

×